ગુજરાતમાં કોંગ્રેસ શ્રી રામની શરણમાં,ચાવડાએ પોતાને 'ક્ષત્રિય' બતાવ્યા

PC: vtvgujarati.com

ગુજરાત BJPના રાજકોટમાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના અપમાનને લઈને ઘેરાયેલા છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ક્ષત્રિય કાર્ડ રમ્યો છે. આણંદથી લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત ચાવડાએ પોતાને ક્ષત્રિય ગણાવતા કહ્યું છે કે, પ્રભુ શ્રી રામના પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ વિધાનસભામાં પક્ષના ધારાસભ્ય દળના નેતા પણ છે. અમિત ચાવડા આણંદ બેઠક પર BJPના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભારે દાવ રમતા અમિત ચાવડાને આણંદ બેઠક કબજે કરવા મેદાનમાં ઉતાર્યા છે.

અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુળના હતા. અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. આવી સ્થિતિમાં જો ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ કોઈને મળશે તો તે અમિત ચાવડા જ હશે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસ રાજ્યમાં BJPને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. એક તરફ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી BJPના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરીને ક્ષત્રિય કાર્ડ રમ્યો છે.

47 વર્ષીય અમિત ચાવડા હાલમાં આણંદ જિલ્લાના આંકલાવના રહેવાસી છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતનાર અમિત ચાવડા હજુ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 2004માં પહેલીવાર જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી તેઓ પાંચ વખત ધારાસભ્યની ચૂંટણી જીતી ચૂક્યા છે. આ સાથે અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ચાવડા ગુજરાતના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે કેમિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું છે.

2009ની ચૂંટણીમાં કોંગ્રેસે 11 અને BJPએ 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભારે દાવ રમ્યો છે. જેમાં આણંદની બેઠકનો પણ સમાવેશ થાય છે. આણંદ બેઠક પર અત્યાર સુધીમાં કોંગ્રેસ 11 વખત અને BJP ચાર વખત જીત્યું છે. કોંગ્રેસે છેલ્લે 2009માં આ બેઠક જીતી હતી, જ્યારે પક્ષના નેતા ભરતસિંહ સોલંકી સતત બીજી વખત ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp