ગુજરાતના સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ, હવે આ વિસ્તારમા પડશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા લોકોને થોડી રાહત મળી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં 24 કલાકમાં ભારેથી હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સંતરામપુર તાલુકમાંમ પોણા બે ઇંચ પડ્યો છે. એ સિવાય મોરવા (હડફ)માં એક ઇંચ અને કલોકમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે. મહિસાગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એ સિવાય અન્ય વિસ્તારમાં 1 મીલી મીટરથી 15 મીલી મીટર જેટલો વરસાદ પડ્યો છે.

ઉપરવાસમાં મધ્ય પ્રદેશમા વરસાદને કારણે છોટા ઉદેપુપની હેરણ નદીમાં નવા પાણી આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે આગામી 36 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે. કેરળમાં ચોમાસું 31 મેના દિવસે જ બેસી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp