સુરતમાં આ કારણે રોષે ભરાયેલા લોકોએ સિટી બસને સળગાવી દીધી

PC: DainikBhaskar.com

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા લોકોને ટક્કર મારવામાં આવી હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. તો ક્યારેક અકસ્માતની ઘટના બાદ લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવે છે. ત્યારે સુરતના સરથાણા જકાતનાકાથી થોડા અંતરે આવેલા ડાયમંડ નગર નજીક એક સિટી બસના ચાલકે એક યુવકને ટક્કર મારી હતી. તેથી રોષે ભરાયેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોએ રોષે ભરાઈને સિટી બસમાં આગ લગાવી દીધી હતી.

આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેલ્યો હતો. તો બીજી તરફ પોલીસે દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ત્રણ લોકોની અટકાયત કરી હતી અને વધુ લોકોની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર શુક્રવારના રોજ મોડી રાત્રે એક સિટી બસ સરથાણા જકાતનાકાથી કામરેજ તરફ જઈ રહી હતી. તે સમયે ડાયમંડ નગર નજીક એક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે આ બસે યુવકને ટક્કર મારી દીધી હતી. બસની ટક્કરના કારણે આ યુવક રસ્તા પર પટકાતા તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનાને લઇને આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ બસની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ સિટી બસમાં આગ લગાવી દીધી હતી.

બસમાં આગ લગાવવામાં આવી હોવાની ઘટનાની જાણ કામરેજ ફાયર સ્ટેશ અધિકારી પ્રવીણ પટેલને રાત્રે 9:30 વાગ્યે થઇ હતી. તેથી ફાયર અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ફાયરના જવાનોને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચીને સળગી રહેલી બસ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ બસ સળગાવી હોવાની ઘટનાની જાણ સરથાણા પોલીસ સ્ટેશના PIને થતા તેઓ પણ પોતાના સ્ટાફની સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ કર્મીઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને ટોળાને વિખેરીને બસમાં આગ લગાવનારાઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરીને 6 લોકોને અઈડેન્ટીફાઈ કર્યા હતા અને ત્યારબાદ ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ ઘટનામાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp