ગુજરાતના આ શહેરોમાં પતંગ પકડવા જેવી બાબતે ધીંગાણા થયા

PC: dainikbhaskar.com

આનંદ અને ઉલ્લાસના તહેવાર ઉત્તરાયણમાં ગુજરાતના કેટલા શહેરોમાં પતંગ પકડવા કે, ચગાવવા જેવી બાબતોમાં મારામારી અને જૂથ અથડામણના દૃશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર તો તલવારની ધાર સમાન પતંગની દોરી ઘણા લોકોમાં ઘાતક પણ શાબિત થઇ હતી.

રિપોર્ટ અનુસાર વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી વિહાર ટોકીજની પાછળ પતંગ પકડવાની બાબતે મોડી સાંજે બે જૂથ આમને સામને આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે મારામારી થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા હુમલા ખોરો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બાબતે એક પણ પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી નહોતી.

રાજકોટમાં પણ બે જૂથ આમને સામે આવી ગયા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઓફિસ પાસે બે જૂથ લાકડી, ધોકા અને સોડા બોટલ જેવા હથીયારો સાથે અમને સામને આવી ગયા હતા. મહત્ત્વની વાત એ છે કે, આ મારામારીમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. આ મારામારીની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમાં પણ પતંગ પકડાવા જેવી બાબતને લઇને કેટલાક યુવકો વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં કેટલાક ઇસમોએ રાહુલ નામના યુવકને માથાના ભાગે અને હાથની આંગળીના ભાગે તલવારથી ઈજાઓ કરી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp