ગુજરાતના આ ગામમાં વરરાજાની જગ્યા પર તેની બહેન દુલ્હન સાથે ફેરા ફરે છે

PC: Dainikbhasmar.con

છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ગામડાઓમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે. તેમના રીતિરિવાજો એવા હોય છે કે, જે જાણીને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય એટલે હાલ 21મી સદીમાં લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આગળ વધી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકુવા પાસે કુદરતી વાતાવરણ વચ્ચે જે આદિવાસીઓ વસવાટ કરે છે તેઓ આજે પણ 21મી સદી સાથે તાલ મિલાવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓમાં એક પરંપરા છે કે, ફેરકુવા આસપાસના બે-ત્રણ ગામો છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ની જાન જાય છે તો આ જાન ની અંદર વરરાજો જતો નથી. વરરાજાની જગ્યા પર તેની બહેન લગ્ન કરવા જાય છે અને વરરાજા ને બદલે તેની બહેન જ લગ્ન થનાર દુલ્હન સાથે ફેરા ફરે છે.

જે ગામડાઓમાં આ પરંપરા ચાલે છે તે ત્રણ ગામડાઓના નામ અંબાલા સુરખેડા અને સનાડા છે. સનાડા ગામની બાજુ નાના પર્વત પર ભરમા દેવના એક દેવતા બિરાજમાન છે. આ ઉપરાંત આજ પર્વતની તળેટીમાં ખૂનપાવા નામના દેવતાનું સ્થાપન છે. આ ત્રણેય ગામના લોકો છે તેમના ગ્રામ દેવતા ભરમા દેવ છે. ગામના લોકોના દેવતા આરાધ્યદેવ હોવાના કારણે તેઓ દેવતાઓની વિશેષ પૂજાપાઠ કરે છે. સિશેષ દિવસો એટલે કે દેવદિવાળીના શુભ દિવસોમાં લોકો દ્વારા પરંપરાગત રીતે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. એટલે કે ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. તો બીજી તરફ એક માન્યતા એવી છે કે ભરમાં દેવ કુંવારા છે એટલા માટે અંબાલા સુરખેડા અને સનાળા ગામમાંથી કોઈપણ યુવકની જાન જતી નથી. એવું કહેવામાં આવે છે કે, જો યુવાન જાન લઈને દુલ્હનને પરણવા જાય તો દેવતા તેના પર કોપાયમાન થાય છે એટલા માટે અહીંથી વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે, વરરાજો લગ્નમાં જતો નથી પરંતુ વરરાજાની જગ્યા પર તેની બહેન દુલ્હન સાથે ફેરા ફરે છે. 

ગામના લોકો પાસેથી એવી પણ જાણકારી મળી હતી કે, ગામના ત્રણ યુવાનોએ વર્ષો પહેલાં આ પરંપરાને બદલવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ ત્રણેય યુવાનોના લગ્નના થોડા સમયમાં જ મોત થયા હતા એટલે ગ્રામ દેવતા પ્રત્યે લોકોની માન્યતા વધારે મજબૂત બની હતી. 

ગામમાં આ પરંપરાને આધીન જ એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં અંબાલા ગામમાં રહેતા હરસિંધ રાઠવાના દિકરા નરેશના લગ્ન ફેરકુવા ગામ તડેવલા ફળિયામાં રહેતા વજલીયા રાઠવાની દીકરી લીલા સાથે થયા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન જાન વરરાજા નરેશના બદલે તેની બહેનને લઈને લગ્ન કરવા માટે પહોંચી હતી અને પરંપરાને જાળવીને લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. 

મહત્ત્વની વાત છે કે આદિવાસી સમાજનો લગ્ન પ્રસંગ યોજાય છે તેમાં દેખાડો કરવામાં આવતો નથી. તેના જે વસ્ત્રો સારા હોય છે બાકી અન્ય લોકો સાદા વસ્ત્રોમાં જોવા મળે છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજે સાઉન્ડનો ઉપયોગ પણ ઓછો થાય છે અને તેઓ શરણાઈ અને ઢોલના તાલે જ નાચવાનું વધારે પસંદ કરે છે. લગ્ન પ્રસંગ જમવાનું સાદુ હોય છે પરંતુ એક મિષ્ઠાન રાખવામાં આવે છે અને કન્યા પક્ષ દ્વારા ઘરે ગીત ગાવામાં આવતા હોય છે ત્યારે એક ગીત પૂરું થયા બાદ લોકો પોક મૂકીને રડતા હોય છે. 

નરેશની બહેન પોતાના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા લગ્ન કરવા ગઈ હતી. ત્યારે પહેલા તો કન્યાને ચુંદડી ઓઢાડવાનો વિધિ થાય છે ત્યારબાદ ગામના પુજારી દ્વારા પૂજા કરવામાં આવે છે અને પછી બહેનના લગ્ન તેની ભાભી સાથે એટલે કે દુલ્હન સાથે કરાવવામાં આવે છે. લગ્ન નક્કી થયા બાદ વરરાજા પણ તેના ઘરની બહાર નીકળી શકતા નથી. બીજી મહત્વની વાત એ છે કે, કન્યા લગ્ન કરીને ગામમાં પરત આવે છે ત્યારે ગામના સીમાડે ફરીથી વરરાજા અને દુલ્હનના લગ્ન વિધિવત રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય છે. આમ આદિવાસી લોકો આજે પણ વર્ષોથી ચાલતી આવતી સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp