વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા

PC: Khabarchhe.com

વડોદરામાં આ વખતે ભારે વરસાદ અને તેની સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાંક વિસ્તારોમાં તો લોકો 3 દિવસથી ભુખ્યા તરસ્યા રહ્યા હતા. ભાજપના મેયર, કોર્પોરેટ, ધારાસભ્ય, શહેર પ્રમુખ,મંત્રી જ્યારે વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા ત્યારે લોકોનો એટલો આક્રોશ હતો કે આ નેતાઓએ ઉભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.

વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ, મેયર પિન્કી સોની, ધારાસભ્ય મનીષા વકીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા લોકોને મળવા ગયા તો લોકોએ તેમને ભગાડી મુક્યા હતા. લોકોએ કહ્યું હતું કે જ્યારે  અમે એક બુંદ પાણી માટે ટળવળતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp