જાણો એવું શું થયું કે, વલસાડની મહિલા કંડકટરે નિર્વસ્ત્ર થઇ વિરોધ કરવાનું કહ્યું

PC: youtube.com

વલસાડની ST બસમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ આપેલી ફરિયાદનો કોઈ નિકાલ ન થતો હોવાના કારણે મહિલા કંડકટરે ST વિભાગન કચેરી પર આવીને નિર્વસ્ત્ર થઇને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મહિલાએ આ પ્રકારે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારતા ST વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી વલસાડ પોલીસ વિભાગ દ્વારા ST વિભાગની કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે મહિલા કર્મચારીએ આ પ્રકારે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેની અટકાયત પણ વિરોધ કરે તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને અન્ય કોઈ પણ કર્મચારી વિરોધ ન કરી શકે તે માટે ST વિભાગની ઓફીસ પર આખો દિવસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર વલસાડ જિલ્લામાં ST બસમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહેલી મહિલાને બિલીમોરાની બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. તેથી મહિલા કંડકટર દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ ST ડિવીઝનમાં કરવામાં આવી હતી. મહિલાએ કરેલી ફરિયાદનો નિકાલ ST વિભાગ દ્વારા લાવવામાં આવતો ન હોતો. મહિલા કંડકટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાનો ઘણો સમય થઇ ગયો હોવા છતાં પણ ધમકી આપનાર પુરુષ કંડકટરની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મહિલા કંડકટરે કંટાળીને વલસાડ ST ડિવીઝનની ઓફીસની બહાર નિર્વસ્ત્ર થઈને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહિલા કર્મચારી દ્વારા નિર્વસ્ત્ર થઇને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા ST વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને માહિતી આપી હતી. તેથી ST ડિવીઝનની ઓફિસ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મહિલા કંડકટર કોઈ પણ પ્રકારનો વિરોધ કરે તેના પહેલા પોલીસ દ્વારા તેને બિલીમોરાથી જ ડિટેઈન કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કોઈ મહિલા કર્મચારી ST ડિવીઝનની ઓફિસ પર આવીને વિરોધ ન કરે તે માટે ST વિભાગની ઓફિસની બહાર બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે વલસાડ ST ડિવીઝનના અધિકારીઓનું કહેવું છે કે, મહિલાએ જે સમયે ફરિયાદ કરી હતી. તે સમયે તેને કોઈ પણ આધાર પૂરાવા રજૂ કર્યા ન હોતા. જેના કારણે ST વિભાગ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp