મહિલાઓનો ઠાઠ જુઓ, કમર પર બંદુક, ચહેરા પર મુસ્કાન અને 200 કિલો ઘરેણા સાથે ગરબો
રાજકોટમાં આહીર સમાજના એક અગ્રણીના પુત્રના લગ્નના કાર્યક્રમમાં મહિલાઓનો ઠાઠ જોઇને બધાની આંખો અંજાઇ ગઇ હતી. પરંપરાગત વસ્ત્રોમાં આહીર સમાજની મહિલાઓ સુંદર લાગતી હતી.
રાજકોટમાં આહીર સમાજના યુવાનના લગ્નના આગલા દિવસે નિકળેલા ફુલેકામાં આહિરાણીઓનો ઠાઠ ચર્ચાનો વિષય બન્યો હતો. કમર પર બંદુક, ગળામાં સોનાનો હાર અને ચહેરા પર મનમોહક સ્મિત જોઇને લોકો આફરીન થઇ ગયા હતા. 200 કિલો ઘરેણાં પહેરીને આ આહિરાણીઓ ગરબે ઘુમી એ દ્રશ્ય અદભુત હતું.
રાજકોટના આહીર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભાના પુત્ર સત્યજિતના સુરતના રામશી ગેરિયાની પુત્રી કેયુરી સાથે નક્કી કરાયા છે. ગુરુવારે સત્યજિતનું રાજકોટમાં ફુલેકુ નિકળ્યું હતું. ફુલેકું એટલે ગુજરાતની એક પરંપરા મુજબ લગ્નના આગલા દિવસે યુવાન અશ્વ પર ચડીને મંદિરે દર્શન કરવા જતો હોય છે. તે સમયે મોટી સંખ્યામાં તેના પરિવારજનો સ્નેહી સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ ફુલેકામાં જોડાતા હોય છે.આ પરંપરા મુજબ લગ્નના આગલા દિવસે વરરાજો ઈશ્વર પાસેથી પોતાનું નવજીવન શરૂ કરવા માટે આશીર્વાદ મેળવતો હોય છે.
સત્યજિતના ફુલેકામાં મહિલાઓનું આકર્ષણ એટલા માટે રહ્યું હતું કારણકે તેમણે કોઇ મોર્ડન પહેરવેશને બદલે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા, દરેક મહિલાઓના ગળામાં સોનાનો સુશોભિત હાર હતો, કમર પર બંદુક લટકતી હતી અને તેમના ચહેરા પર તેજસ્વી સ્મિત હતું જેને કારણે તેમની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. શું મહિલાઓનો ઠાઠ હતો. એટલું જ નહીં આ બધી મહિલાઓ એક અંદાજ મુજબ 200 કિલો ઘરેણાં સાથે ગરબે પણ ઘુમી હતી.
સત્યજિત હેરભાના ફુલેકું ધામધુમ પૂર્વક નિકળ્યુ હતું. 5 જેટલી બગીઓ હતી, 400થી 500 જેટલા લોકો જોડાયા હતા અને રસ્તા પર લાખો રૂપિયા ઉડાવાયા હતા. જાણવા મળેલી માહિતી મુજબ રસ્તા પર જેટલા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા તે બધા ગૌશાળાને દાન કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp