હોળીની જ્વાળા આ વખતે કંઈ દિશામાં ગઇ? અંબાલાલ પટેલે આપ્યો આ વરતારો

PC: Khabarchhe.com

એક એવી વાયકા છે કે હોળી દહન પછી અગ્નિની જ્વાળા જે દિશામાં જાય તેના પરથી ચોમાસું અને આખુ વર્ષ કેવું રહેશે તેની જાણકારી મળતી હોય છે. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આ વખતે હોળીની જવાળાની દિશોનો પવન કઇ દિશામાં ગયો અને તેની શું અસર પડશે તેનો વરતારો આપ્યો છે.

અંબાલાલ પટેલે આ વખતે હોળીની જ્વાળાઓની દિશા વિશે કહ્યું છે કે, સુર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નેરૂત્યનો રહ્યો હતો. આનો મતલબ છે કે ખેડુતો માટે આ વર્ષ સારું રહેશે. પણ સાથે સાથે વંટોળનું પ્રમાણ એપ્રિલ-જૂનમાં વધારે જોવા મળશે. આ ધૂળ વંટોળને કારણે બાગાયતી પાક પર અસર થઇ શકે છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકુળતા મુજબ ચક્રવાત સર્જાતા રહેષે. ઓગસ્ટથી માંડીને ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. વાયુનો પ્રકોપ વધારે રહેશે. અંબાલાલ પટેલનો કહેવાનો મતલબ છે કે આ વખતે ચોમાસું સારું રહેશે.

ગુજરાતમાં ગરમીએ માઝા મુકી છે, લોકો આકરી ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. હજુ તો માર્ચ મહિનો પુરો થવા આવ્યો છે ત્યાં 40 જેટલા તાપમાનને કારણે લોકો રીતસરના શેકાઇ રહ્યા છે, તો હજુ એપ્રિલ અને મે મહિનામાં શું થશે એ વાતની ચિંતા લોકોને સતાવી રહી છે.

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની છે. તેને કારણે ગરમ પવનો ફંકાઇ રહ્યા છે. રાજ્યના કચ્છ અને ખંભાતના અખાતમા પણ ગરમ પવનો ફુંકાતા રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ગામી બે દિવસ પછી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવી રહ્યું છે, જેના કારણે 3 દિવસ પછી ઉકળાટનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યમાં સુકું વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયૂક્ત વાતાવરણ રહેશે, જેને લીધે બફારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 દિવસ હીટવેવ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp