અમુલ-સુમુલ દૂધનું પણ ATM મશીન, વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન
27 જુલાઈ, 2024ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ-સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વાઇસ ચેરમેન રાજુ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યોઓ, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા.
સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ - સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24x7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ-સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે. અમુલ-સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp