ગુજરાતમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું, હવે BJPમા જોડાશે

PC: bhaskar.com

લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આજે એક વધુ ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ. વડોદરાની વાઘોડિયા સીટના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને મળીને રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઇ જશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હોવાની પણ જાણકારી મળી હતી.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, રામલલાનું આટલું મોટું મંદિર બન્યું છે ત્યારે દેશમાં રામ રાજ્ય સ્થપાવાની દિશામાં છે. ત્યારે મારા વિસ્તારના મતદારો અને મારી પોતાની પણ લાગણી છે કે, આપણા ગુજરાતના બંને પનોતા પુત્રના હાથ મજબૂત કરવા માટે હું રાજીનામું આપુ. હું મારા વિસ્તારના લોકોને સાથે લઇને હું ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇશ. પાર્ટીનો જે પણ આદેશ હશે અને મારા મતવિસ્તારના લોકો જે પણ આદેશ આપશે તો હું ચૂંટણી જરૂર લડીશ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેમણે પહેલાથી જ ભાજપને જ સપોર્ટ કર્યો હતો. હવે તેમણે રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાશે તેમ પણ જણાવ્યુ છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વખચ આ બેઠક માટે પેટાચૂંટણી થશે. લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે તેવા રાજકીય ગરમાવા વચ્ચે બપોર બાદ કહ્યુ હતુ કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય છું કોંગ્રેસ છોડવાનો નથી આ બધી વાતો વાહિયાત છે. એ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, હું કાલે ગાંધીનગર જવાનો છું પરંતુ રાજીનામું આપવા નહીં પરંતુ મારે એક મીટિંગમાં હાજરી આપવા માટે જવાનું છું.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગઉથી જ ભાજપમાં હતા, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. જો કે હવે તેઓ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી જ ફરી ચૂંટણીમાં ઊભા રહે તેવી માહિતી મળી રહી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતું તેમાં ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતું આ વખત તેમની જીત થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp