વી. ટી.ચોકસી સાર્વજનિક લો કોલેજના વિદ્યાર્થીઓને અપાઇ ઓપોર્ચ્યુનિટી વિશેની માહિતી

PC: Khabarchhe.com

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત ખાતે તા 31.07.24ના રોજ યોજાયેલ સેમિનાર યોજાયો હતો.
એડવોકેટ શ્રેયસ દેસાઈ (ચેરમેન એડમિનિસ્ટ્રેટિવ કમિટી, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) અને ડો. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્ય, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ)ના નેજા હેઠળ તારીખ 31 જૂલાઇના રોજ "EMPOWERING FUTURE LEGAL MINDS: CAREER PATHS IN LAW" વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારની શરૂઆત ડો. ઇરમલા દયાલ દ્વારા અતિથિ સ્વાગત સંબોધન આપી કરાયું હતું.

સેમિનારના મુખ્ય વક્તા તરીકે અર્પિત ઠાકર (ફાઉન્ડર ઓફ વકાલત ડોટ કોમ) હાજર રહ્યા હતા. એલએલ.બી. અને એલએલ.એમ. પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે કઇ કઇ કરિયર ઓપોર્ચ્યુનિટી છે તે બાબત સમજાવી હતી. ઈન્ટરશિપ માટે વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓપોર્ચ્યુનિટી છે તેમજ સમાજમાં કાનૂની સહાય અને અવેરનેસનું મહત્ત્વ પણ સમજાવેલ હતું. આજના વર્તમાનકાળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના દુરુપયોગ સામે બચાવ તેમજ લીગલ ડ્રાફ્ટિંગમાં કરિયર બનાવવા માટે કઈ રીતે આગળ વધી શકાય તે બાબત સમજાવી હતી. વકાલત ડોટકોમ અને કરિયર ઓપોર્ચ્યુનિટીનુ ક્ષેત્ર સમજાવેલ હતું. આ કાર્યક્રમમાં કોલેજના એલએલ.બી. તેમજ એલએલ.એમ. ના 379થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp