હરતી-ફરતી પાણીની પરબ એટલે વેલુભા જાડેજા, 6 KM પગપાળા ચાલી તરસ્યાને તરસ છીપાવે છે

PC: Khabarchhe.com

રાપર તાલુકાના કુડા જામપરના અગ્રણીએ અનોખું સેવાકાર્ય આદર્યું છે અને ખભે કાવડ લઇને 6 કિ.મી. પગે ચાલીને તરસ્યા લોકોને પાણી પીવડાવવાનો તેમનો નિત્યક્રમ છે. ભચાઉ તાલુકાના કકરવા અને રાપર તાલુકાના કુડા જામપર વચ્ચે 6 કિ.મી.ના અંતરમાં હાલતી-ચાલતી પાણીની પરબ અેટલે વેલુભા જાડેજા, જેઓ દરરોજ ખભે કાવડ ધરી, નીકળી પડે છે અને રસ્તામાં જે લોકો મળે તેમને પાણી પીવડાવે છે.

પ્રખર તાપમાં સેવાકાર્ય આદરનારા વેલુભા ન માત્ર પગપાળા આવ-જા કરતા લોકોને પરંતુ વાહનથી આવતા લોકો પૈકી કોઇ પાસે જો પાણી ન હોય અને પીવું હોય તો તેવા લોકોને પણ પાણી વિનામૂલ્યે પીવડાવે છે.

આ અંગે વેલુભાએ જણાવ્યું હતું કે, હાલમાં ચૈત્ર મહિનો ચાલુ હોઇ લોકો ધાર્મિક યાત્રાએ પગપાળા નીકળતા હોય છે, જેથી આ 6 કિ.મી.નો રૂટ નક્કી કર્યો છે અને આ રૂટમાં કોઇ પાસે પાણી ન હોય અથવા તો પાણી હોય તે તાપના કારણે ગરમ થઇ ગયું હોય કે, ખુટી પડ્યું હોય તો તેવા લોકોને રાહત મળે તે માટે પાણી પીવડાવું છું. કાળઝાળ ગરમીમાં લોકોને રાહત થાય તે માટે જ આ સેવાકાર્ય શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp