ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સુરત બ્રાંચના પદાધિકારીઓ નિમાયા

PC: Khabarchhe.com

ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સુરત બ્રાન્ચના વર્ષ 2024 -25 માટે નવા પદાધિકારીઓ અને મેનેજિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સીએ દુષ્યંત વિઠ્ઠલાણીને ચેરમેન, સીએ અશ્વિન ભાઉવાલાને વાઈસ ચેરમેન અને વકાસા ચેરમેન, સીએ શૈલેષ લાખણકિયા સેક્રેટરી અને સીએ પ્રિતેશ શાહને ટ્રેઝરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે સીએ મંથન ચાવટ, સીએ ચિંપુ લાપસીવાલા અને સીએ જોની જૈનને મેનેજિંગ કમિટીમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. સીએ અરુણ નારંગ ઇમીજીએટ પાસ્ટ ચેરમેન તરીકે,  સીએ નિકેશ કોઠારી પાસ્ટ ચેરમેન તરીકે અને સીએ ઈશ્વર જીવાની રિજનલ કાઉન્સિલ મેમ્બર તરીકે કાર્યરત રહેશે છે.  ઉલ્લેખનીય છે કે કમિટી સમગ્ર વર્ષ દરમિયાન સીએ કોમ્યુનિટી અને જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp