ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા ધામોમાં પ્રસાદમાં વપરાતા ઘીની તપાસ થાય છે ખરી?

PC: indianeagle.com

દેશના જાણીતા તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ ઉભો થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતે આરોપ લગાવ્યો છે કે, લાડુના વપરાતા ઘીમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબીની ભેળસેળ કરવામાં આવે છે.

સવાલ એ છે કે,ગુજરાતમાં પણ અનેક પ્રસિદ્ધ યાત્રા ધામ છે અને પ્રસાદમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે શું ગુજરાતમાં ઘી અને પ્રસાદના કન્ટેન્ટમાં શું નાંખવામાં આવી રહ્યું છે તેના ચેકિંગની કોઇ સીસ્ટમ છે ખરી?

અમે ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષીકેશ પટેલને ફોન કર્યો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. એ પછી અમે ગુજરાત ટુરીઝમના ચેરમેન ડો. રાજેન્દ્ર કુમારને ફોન કર્યો તો તેઓ મીટિંગમાં હતી. એ પછી અમે ગુજરાત ટુરીઝમના એમ.ડી. સાઇદિનગુપ્પી છાકછુઆકને ફોન કર્યો. ગુજરાતના યાત્રા ધામ ગુજરાત ટુરીઝમ હેઠળ આવે છે. એમ.ડી.એ અમારા ફોનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આવું કોઇ ચેકીંગ થતું હોય તેની માહિતી મારી પાસે નથી, કારણકે અત્યારે હું ઇન્ચાર્જ એમ.ડી. છુ, પરંતુ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી મેળવીને તમને જાણ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp