જામીન પર બહાર આવેલા મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરાઈ

PC: Khabarchhe.com

મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના દિવસે ઝુલતો પુલ તુટી પડવાની ઘટનામાં બાળકો સહિત 135 નિદોર્ષ લોકોના મોત થયા હતા અને આ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોરબીમાં કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવી. આ મોદકના 60000 બોક્સ બનાવીને પાટીદાર સમાજના લોકોના ઘરે પહોંચાડવામાં આવશે.

135 લોકોના પરિવારોના આંસુ હજુ સુકાયા નથી અને આરોપીની મોદક તુલા કરીને સન્માન આપવામાં આવ્યું. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેમણે ઝુલતા પુલની ઘટના વખતે અનેક લોકોને બચાવ્યા હતા અને તેને કારણે તેમને વિધાનસભા 2022મા ટિકિટ મળી હતી, તે પણ આ કાર્યક્રમમાં હાજર હતા. કાંતિ અમૃતિયાએ કહ્યુ કે, કોર્ટે મંજૂરી આપી છે અને સમાજે નક્કી કર્યું છે એમા અમે શું કરી શકી.

તો કોંગ્રેસ નેતા લલિત કથાગરાએ કહ્યું કે, મોદક તુલા નહી, રજત કે સોનાની તુલા થતે તો પણ અમને ગર્વ થતે. જયસુખ પટેલ અમારા સમાજના રત્ન છે અને ઉદ્યોગપતિ છે અમને તેમના માટે સન્માન છે.

જયસુખને કોર્ટે મોરબીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલો છે, પરંતુ આ કાર્યક્રમ માટે જયસુખને 3 દિવસની શરતી મંજૂરી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp