જૂનાગઢમાં બેસીને અમેરિકનો સાથે ચિટીંગ, છોકરીઓને પગાર પર રાખનાર અમદાવાદી હતો

PC: navgujaratsamay.com

જૂનાગઢ પોલીસે ગેરકાયદે ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદનો એક માણસે જૂનાગઢના એક ફ્લેટમાં કોલ સેન્ટર શરૂ કર્યુ હતું અને મણીપુર અને નાગાલેન્ડની છોકરીઓને નોકરીએ પગાર પર રાખી હતી. આ લોકો જૂનાગઢમાં બેઠા બેઠા અમેરિકનો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે કહ્યું હતું કે, કૌભાંડમાં સામેલ એક યુવક નિવૃત પોલીસ અધિકારીનો પુત્ર છે.

જૂનાગઢ LCBએ ફ્લેટમાં ચાલતા ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. જૂનાગઢમાં બેસીને અમેરિકનો સાથે છેતરપિંડી કરનાર અમદાવાદના એક માણસે યુવક- યુવતીઓને પગાર પર રાખીને રેકેટ ચલાવતો હતો. 

જૂનાગઢ LCBએ એક રહેણાંક ફ્લેટમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 11 યુવક-યુવતીઓની પણ ધરપકડ કરી છે જેઓ આ કોલ સેન્ટર પરથી ફોન કરીને વિદેશી નાગરિકોને છેતરતા હતા. પકડાયેલી છોકરીઓમાંથી 5 મણિપુર અને નાગાલેન્ડની છે.

અમદાવાદનો એક વ્યક્તિ વિદેશી યુવક-યુવતીઓને નોકરી આપીને જૂનાગઢમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કોલ સેન્ટરની વસ્તુઓ જપ્ત કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એમેઝોન અને પેપાલ એપ્લીકેશનમાંથી ડેટા મેળવતો હતો અને ગ્રાહકોને ફોન કરતો હતો અને સામાન પરત કરવા કે ઓર્ડર કેન્સલ કરવાના નામે છેતરતો હતો. આ કેસમાં હજુ પણ પાંચ લોકો ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે લેપટોપ, કોમ્પ્યુટર અને રોકડ સહિત રૂ.8.50 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કોલ સેન્ટરમાં મુખ્યત્વે અમેરિકન નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં અમદાવાદના લખતરના રહેવાસી હરજીતસિંહ છત્રપાલસિંહ રાણા અને સુરેન્દ્રનગર તાલીના ઈન્દ્રજીતસિંહ મહાવીરસિંહ રાણા, તાવીના જયલ પટેલ, લખતરના દિગ્વિજયસિંહ ગંભીરસિંહ રાણા અને પશ્ચિમ મહારાષ્ટ્રના થાણેના ઈશા રણજીત વ્યાસની સંડોવણી બહાર આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કોલ સેન્ટરમાં કામ કરતી છોકરીઓ સિવાય છોકરાઓના નામ પણ સામે આવ્યા છે. તેમાંથી એક નામ ઘણું ચોંકાવનારું છે. ઈન્દ્રજીતસિંહ રાણા જૂનાગઢના નિવૃત ડેપ્યુટી સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ મહાવીરસિંહ રાણાનો પુત્ર છે. કામગીરીનું મુખ્ય મથક અમદાવાદમાં હતું અને તે લક્ષ્મીનગર વિસ્તારમાં સ્થિત ઈશાન પ્લેટિનમના ફ્લેટ નંબર 601 પરથી ચલાવવામાં આવી રહ્યું હતું. 

જૂનાગઢના SP હર્ષદ મહેતાએ કહ્યુ હતું કે, ચોક્કસ બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડા પાડીને બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે હજુ 5 ફરાર છે,જેમાં જે મુંબઈની એક મહિલાનુંનામ પણ સામેઆવ્યું છે. આ તમામનેપકડી પાડવા માટે પોલીસેઅલગ અલગ ટીમો બનાવીને વધુતપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp