કૌન બનેગા કરોડપતિ શૉમાં 50 લાખ જીતેલા આ કચ્છીએ ગામને ત્રણ એમ્બ્યુલન્સ દાન કરી

PC: divyabhaskar.in

કૌન બનેગા કરોડપતિ શૉમાં અનેક સ્પર્ધકો મોટી રકમથી શું કરવાના છે એની સ્પષ્ટતા કરતા હોય છે. કોઈને પોતાનું ઘર બનાવવું હોય છે તો કોઈને વિદેશમાં ફરવા જવાનું સપનું હોય છે. પણ જૂજ એવા લોકો હોય છે જે પોતના વતનની સેવા કરવા માટે મળેલી રકમને વાપરી જાણે છે. મૂળ કચ્છના હરખચંદ સાવલાએ આ શૉમાંથી રૂ.50,00,000 જીતીને વતનને ત્રણ એમ્બ્યુલન્સ દાન કરી છે. કચ્છની પ્રજાને સારી એવી સુવિધા મળી રહે એ હેતુંથી આ ત્રણેય એમ્બ્યુલન્સ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી. 


આ પ્રસંગે સર્વિસમાં રહેલા તસલીમભાઈ મેમણ, ઈમ્તિયાઝ કુંભાર તથા મહેન્દ્ર તબિયારનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ જણસારી કચ્છમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા છે. લોકો માટે નિઃસ્વાર્થ ભાવે અને કોઈ પ્રકારના ભેદભાવ વિના સેવા કરે છે. કચ્છના દયાપર ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટ્રસ્ટના નવા કાર્યાલયનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. જેમાં ટ્રસ્ટના અનેક સભ્યો અને પદાધિકારીઓ જોડાયા હતા.

આ સાથે સરહદ ડેરીના વાઈસ ચેરમેન હસમુખ પટે, ભાજપ તાલુકા પ્રમુખ વેરસજી તુંવર, ઉપસરપંચ ઉસરભાઈ નોતિયાર, સરપંચ ભવાનભાઈ પટેલ સાથે નલીનભાઈ જણસારી, સૈયદ મામદછા બાવા સહિતના અનેક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દીલીપભાઈ જણસારીના માર્ગદર્શન અનુસાર કરવામાં આવ્યું હતું. જ્યારે સંચાલન ચંદ્રદાન ગઢવીએ કર્યું હતું. હરખચંદ સાવલાએ પોતે જીતેલી રકમ દાનમાં આપી દીધી હતી. મુંબઈ સિવાય પણ જીવનજ્યોત ટ્રસ્ટની શાખા જલગાંવ, સાંગલી અને કલકત્તા  સુધી તેણે વિસ્તારી છે.

દુનિયામાં ઘણા ઓછા એવા લોકો હોય છે જે એક મિલિયન ડૉલર જેવી મોટી રકમ જીત્યા બાદ પણ એક જ ક્ષણમાં દાન કરી દે છે. આવો જ એક મામલો અમેરિકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક શેફ ડેવિડ ચેંગે જાણીતા ટીવી શૉ વુ વોન્ટ્સ ટુ બી મિલેનિયરમાં એક મિલિયન ડૉલરની રકમ દીતી હતી. શૉ જીત્યા બાદ થોડી જ વારમાં ડેવિડે ચેંગે એક ટ્વીટ કરીને એવું એલાન કર્યું કે, તે આ સમગ્ર રકમ દાન કરી દેશે. તેમણે આ રકમ કોરોના વાયરસની મહામારીમાં આર્થિક રીતે ફટકો વેઠી રહેલા રેસ્ટોરાં અને ફૂડ ઉદ્યોગની સાથે જોડાયેલા લોકોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. ડેવિડ ચેંગ આટલી મોટી રકમ રેસ્ટોરાં વર્કર્સના કલ્યાણ માટે કામ કરનારી સામાજિક સંસ્થા The Southern Smoke Foundation ને દાન કરી દેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp