ખજૂરભાઇએ મીનાક્ષી દવે સાથે પ્રભુતામાં પગલા પાડ્યા, જુઓ તસવીરો-વીડિયો

PC: twitter.com

નીતિન જાની ઉર્ફે ખજૂ રભાઇને તમે ઓળખતા જ હશો. એક હાસ્ય કલાકાર, યુટયુબર કરતા એક સમાજ સેવી તરીકે વધારે નામના મેળવનાર ખજૂર ભાઇએ આખરે મીનાક્ષી દવે સાથે પ્રભુતામાં પગલાં માંડી દીધા છે અને તેમના લગ્ન પ્રસંગોની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખજૂર ભાઇના ચાહકો નવદંપતિને આર્શીવાદ આપી રહ્યા છે.

માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ વિદેશમાં ખ્યાતિ મેળવનારા ખજૂર ભાઇ અનેક ગરીબ લોકો માટે મસીહા જેવા છે, તેમનું થોડા સમય પહેલા મીનાક્ષી દવે નામની યુવતી પર દિલ આવી ગયું હતું અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.

ખજૂર ભાઇ અને મીનાક્ષી દવેના લગ્નની અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ખજૂર ભાઇએ લગ્નમાં ગ્રે કલરની શેરવાની પહેરી હતી અને માથા પર સાફો પહેર્યો હતો. તો મીનાક્ષી દવેએ લાલ કલરનો લહેંગો પહેર્યો હતો અને દુલ્હનના વસ્ત્રમાં તે ખુબસુરત દેખાતી હતી.

મીનાક્ષી દવે કોણ છે એ વિશે જાણવા તમને રસ હશે તો તમને જણાવીએ કે મીનાક્ષી અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે અને તેના પિતા સિંચાઇ વિભાગમાં નોકરી કરે છે. મીનાક્ષીએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે અને અમદાવાદમાં જોબ કરે છે.

મીનાક્ષી અને ખજૂર ભાઇનો સંપર્ક એ રીતે થયો હતો કે એક વખત ખજૂર ભાઇ મીનાક્ષીના ગામમાં સેવા કાર્ય માટે ગયા હતા જ્યાં તેમણે એક અંધ દાદીમાને ઘર બનાવી આપ્યું હતું. મીનાક્ષી આ કામથી પ્રભાવિત હતી.

પરંતુ તે વખતે તો કોઇ વાત થઇ નહોતી, પરંતુ બીજી વખત જ્યારે ખાંભાના હનુમાન મંદિરમાં ખજૂર ભાઇ તેમના પરિવાર સાથે આવ્યા હતા અને મીનાક્ષી પણ પરિવાર સાથે આવી હતી. તે વખતે બંનેની નજર મળી અને ફોન નંબરની આપલે થઇ હતી અને થોડા સમય પહેલા ખજૂર ભાઇ અને મીનાક્ષીએ સગાઇ કરી હતી.

ખજૂર ભાઇનો જન્મ 1984માં સુરતમાં થયો હતો અને તેમણે LLB,MCA અને MBAનો અભ્યાસ બારડોલીમાંથી પુરો કર્યો હતો. એ પછી તેમણે આઇટી ફિલ્ડમાં નોકરી કરી હતી અને 70,000 રૂપિયાનો પગાર મળતો હતો તે છોડીને ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ શરૂ કર્યું, આજે ખજુર ભાઇ લાખો લોકોના દિલમાં વસેલા છે, કારણકે તેમણે કોરાનાના સમયે અનેક ગરીબ લોકોની મદદ કરી હતી. ગરીબોને ઘર પોતાના ખર્ચે તો આપે જ, પરંતુ ઘર બનાવવા માટે પણ ખજૂર ભાઇ જાતે મહેનત કરે. આ વાત થી લોકો તેમને મસીહા માનવા માંડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp