સાર્વજનિક યુનિવર્સિટીમાં NSS યુનિટે ખ્યાતિ પટેલ સાથે ફેસ ટુ ફેસનું આયોજન કર્યું

PC: Khabarchhe.com

સાર્વજનિક યુનિવર્સિટીના NSS યુનિટે 11 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે ખ્યાતિ પટેલ - અલ્ટ્રા મેરેથોન દોડવીર સાથે “ફેસ ટુ ફેસ”નું આયોજન કર્યું હતું. ખ્યાતિ પટેલ 76:35 કલાકમાં 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરનાર ગુજરાત રાજ્યની પ્રથમ અને ભારતની બીજી મહિલા છે.

આ કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક કોલેજોના લગભગ 70 NSS સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો. ખ્યાતી સાથે યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા અને પ્રશ્નો પૂછ્યા હતા. આવી લાંબી મેરેથોન માટે શું પ્રેરણા છે. તમારી મેરેથોન યાત્રામાંથી શું શીખવા મળે છે. તમે નિષ્ફળતાને કેવી રીતે મેનેજ કરો છો?
જવાબમાં તેમણે કહ્યું હતું કે, ચર્ચાથી દૂર રહો. સ્વ શિસ્ત અને સાતત્ય એ સિદ્ધિ માટેની ચાવી છે. બીજા કે ટ્રોફી માટે નહીં તમારા માટે દોડો, શારીરિક પ્રવૃત્તિઓ તમને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp