‘ચાર બંગડી’ ગીત પર રોક મુદ્દે કિંજલ દવેએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, આજે સુનાવણી

PC: Dailymotion.com

ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયક કિંજલ દવેનું ‘ચાર-ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ’ગીત આવ્યા બાદ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓના મન પર આગવી છાપ છોડી હતી. જો કે આજ ગીતના કારણે કિંજલ દવેની મુશ્કેલી વધી છે. આ લોકપ્રિય ગીતને ઈન્ટરનેટ પરથી દૂર કરવા અને પોતાના કાર્યક્રમોમાં આ ગીત રજૂ ન કરવાના કોર્ટના આદેશ વિરુદ્ધ કિંજલ દવે દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ‘ચાર-ચાર બંગડી વાળી’ ગીત મુદ્દે કાઠિયાવાડી કિંગ દ્વારા કિંજલ દવે વિરુદ્ધ કોપીરાઈટ ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટ દ્વારા કિંજલ દવેને આ ગીત રજૂ કરવાની મનાઈ ફરમાવામાં આવી હતી.

આ અંગે ગાયીકા કિંજલ દવેએ જણાવ્યું કે, કોમર્શીયલ કોર્ટનો આદેશ એકતરફી છે. આથી આ મામલે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરીને કોમર્શિયલ કોર્ટના આદેશને રદ્દ કરવો જોઈએ. જો કે આ મામલે કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલ દ્વારા પણ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આથી હાઈકોર્ટ દ્વારા આજે બન્ને પક્ષોને કોર્ટ રુમમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp