PM મોદીએ પોલેન્ડમાં જે ગુજરાતના જામ સાહેબના વખાણ કર્યા તેમના વિશે જાણો

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડના પ્રવાસે છે અને તેમણે ત્યાં ગુજરાતના એક જામ સાહેબના વખાણ કર્યા જેની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. અમે તમને એ જામ સાહેબ વિશે વાત કરીશું. આ જામ સાહેબના નામ પર પોલેન્ડમાં એક રસ્તાનું નામ રાખવામાં આવેલું છે.

1939માં બીજા વિશ્વ યુદ્ધ વખતે જર્મની અને રશિયાની સેનાએ પોલેન્ડ પર કબ્જો કરી લીધો હતો. આ યુદ્ધમાં પોતાના દેશને બચાવવા માટે પોલેન્ડના હજારો સૈનિકો શહીદ થઇ ગયા હતા અને તેમના પત્ની અને બાળકો અનાથ બની ગયા હતા.1941 સુધી મહિલાઓ અને બાળકો પોલેન્ડના એક શિબિરમાં રહેતા હતા, પરંતુ રશિયાએ તેમને ત્યાંથી પણ કાઢ્યા, આ બાળકો અને મહિલાઓ જીવ બચાવવા માટે એક બોટમાં નિકળ્યા અને જ્યારે મુંબઇ આવ્યા તો જામ સાહેબ દિગ્વિજય સિંહ જાડેજાએ દરિયાદીલી દાખવી અને આ તમામ શરણાર્થીઓને તે વખતના નવાનગર ( અત્યારનું જામનગર)થછી 25 કિ,મી. દુર બાલચડીમાં આશ્રય આપ્યો હતો અને 1946 સુધી તમામને સાચવ્યા હતા. એ પછી પોલેન્ડની સરકારે બધા શરણાર્થીઓને પાછા બોલાવી દીધા હતા. 1989માં જ્યારે પોલેન્ડ રશિયાથી આઝાદ થયું ત્યારે દિગ્વિજય સિંહે કરેલી ઉદારતાના માનમાં પોલેન્ડના એક રોડનું નામ નાખ્યું અને ગુડ મહારાજા એવું નામ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp