સુરત લોકસભા બેઠક પરથી જેમનું ફોર્મ રદ થયું તેવા નિલેશ કુંભાણીનો ઇતિહાસ જાણો

PC: livehindustan.com

સુરત લોકસભા બેઠક પરથી આખરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. 3 ટેકેદારો ગાયબ હતા જે રવિવારની સુનાવણીમાં પણ હાજર નહોતા થયા. હવે લોકોને એ જાણવામાં રસ છે કે નિલેશ કુંભાણી કોણ છે? વર્ષ 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું તે પહેલાં નિલેશ કુંભાણીને કોઇ ઓળખતું નહોતુ. પરંતુ આંદોલનને કારણે કુંભાણી ચર્ચામાં આવ્યા હતા. નિલેશ કુંભાણી રીઅલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને વરાછા વિસ્તારમાં હોટલો છે.

નિલેશ કુંભાણીની સૌરાષ્ટ્રમાં રાજુલામાં સીંગ દાણાની ફેકટરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.વર્ષ 2015માં કોંગ્રેસની ટિકીટ પર સુરત કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એ પછીની કોર્પોરેશન અને વિધાનસભાની બંને ચૂંટણીમાં કુંભાણીની હાર થઇ હતી. હાર્દિક પટેલ અને passને ફડિંગ કરવામાં પણ કુંભાણીની ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp