ગુજરાતને RERAનો જબરદસ્ત ફાયદો, જાણો નવું શું થયું

PC: realtyplusmag.com

ગુજરાતને RERA કાયદાનો સૌથી વધુ ફાયદો થયો છે. RERAનો અમલ શરૂ થતાં કાળાનાણાંનો ફ્લો તો અટક્યો છે પરંતુ સાથે સાથે ચેકથી પેમેન્ટ લેવામાં આવતા નોન રેસિડેન્ટ ગુજરાતી એટલે કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો જબરદસ્ત ફાયદો થયો છે. બિન ગુજરાતી પરિવારો તેમના વતનના કન્ટ્રીમાં મોટાપાયે મિલકતો વસાવી રહ્યા છે.

ગુજરાતના રિયલ એસ્ટેટમાં દાયકાઓથી મહત્ત્વનું યોગદાન આપતા નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG)ની માંગ છેલ્લાં થોડા વર્ષોમાં ઘટતી જોવા મળી હતી પરંતુ આ વખતે RERA અને મજબૂત ડોલરના કારણે આ કેટેગરીના ગ્રાહકો દ્વારા સારા પ્રમાણમાં ખરીદીની અપેક્ષા રિયલ એસ્ટેટ ઉદ્યોગ ધરાવે છે. રિયલ્ટી ઉદ્યોગમાં હાલમાં નાણાકીય પ્રવાહિતા ઓછી છે ત્યારે NRG ગ્રાહકોને આકર્ષવા માટે આ ઇન્ડસ્ટ્રીઝ પ્રયત્નશીલ છે.

અમદાવાદમાં દાયકાઓથી NRG ગ્રાહકોની ભૂમિકા મહત્ત્વની રહી છે અને લગભગ 20,000 કરોડના અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં NRG ગ્રાહકો લગભગ 15 ટકા જેટલું યોગદાન આપે છે. અગાઉ નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન NRG તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રોપર્ટી પ્રોજેક્ટ્સ ચકાસીને રોકાણ કરતા હતા પરંતુ હવે તેઓ ઓનલાઇન આ પ્રક્રિયા કરે છે અને નાણાં ટ્રાન્સફર કરે છે.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે RERAના અમલના કારણે NRGની ચિંતા ઘટી છે અને તેથી તેમની ઇન્ક્વાયરી પણ વધી છે. બીજી તરફ, ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે તેના કારણે તેમના માટે ભારતીય પ્રોપર્ટી 10 ટકા જેટલી સસ્તી થઈ ગઈ છે. આ વખતે NRGની ખરીદી સારી રહેવાની ધારણા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં NRIની તેજી આવી રહી છે તેથી બિલ્ડર્સની નજર પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ પર પડી છે.

ગુજરાતમાં US, UK, કેનેડા, ન્યૂઝીલેન્ડ, મસ્કત, યુગાન્ડાથી મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. RERAના કારણે NRG માટે પરિસ્થિતિ વધારે સારી થઈ છે અને RERAના કારણે NRGની ખરીદીમાં પાંચ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ભાડાની સારી આવક મેળવતી કોમર્શિયલ મિલકતો ખરીદવામાં NRG ગ્રાહકોને વિશેષ રસ હોય છે આથી ડેવલપરો તે પ્રકારની પ્રોપર્ટી ઓફર કરે છે ઉપરાંત પ્રોજેક્ટના શરૂઆતના તબક્કે રોકાણ કરવા પણ આકર્ષે છે. NRG ગ્રાહકોને ઓનલાઇન પ્રોજેક્ટ્સની વિગતો આપવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp