KP ગ્રુપના CMD ફારુક પટેલને ડોક્ટરેટની માનદ પદવી
રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવર ક્ષેત્રે કામ કરતા KP ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ફારુક ગુલામ પટેલને ડોક્ટરેટની માનદ પદવીથી નવાજવામાં આવ્યા છે. ફારુક પટેલ દ્વારા રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના બિઝનેસમાં 28 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ઈનોવેશન, ટેલેન્ટ અને ક્રિએટિવ મેનેજમેન્ટ માટે તેઓને હોનોરરી ડોક્ટરેટની પદવી અમેરિકન ઈસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. તા. 11 જૂન 2023ના રોજ વડોદરાની સયાજી હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમેરિકન ઈસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા આ પદવી એનાયત કરાઈ હતી. યુનિવર્સિટીના ભારતના પ્રતિનિધિ પવન અગ્રવાલે ફારુકના ઈનોવેશન, ટેલેન્ટ અને ક્રિએટિવ મેનેજમેન્ટ કાર્યોનું આકલન કર્યું હતું અને કેપી હાઉસ ખાતે આવીને તેમનો ઈન્ટરવ્યુ કર્યો હતો. ઉપરાંત જરુરી ડોક્યુમેન્ટન એનાલિસીસ કર્યા બાદ આ પદવી આપવા માટેની પરવાનગી માટે ન્યૂયોર્ક ખાતે આવેલી યુનિવર્સિટીની વડી કચેરીએ મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી એપ્રુવલ આવતા ફારુક પટેલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફારુક પટેલને આ પહેલા લિઝેન્ડ ઓફ સુરત-2018, બિઝનેસ આઈકોન-2018, ધ લીડર્સ , રોટરી લમ્હે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. ફારુક પટેલની બે કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. અને કેપી એનર્જી લિ.એ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp