ક્ષત્રિય કોર કમિટીએ આખા આંદોલનનો ખેલ કરી નાંખ્યો: પદ્મિનીબાનો આરોપ

PC: khabarchhe.com

રાજકોટ કરણી મહિલા સેનાના પ્રમુખ પદ્મિનીબાએ ક્ષત્રિય સંકલન સમિતિ સામે ફરી એક વાર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, બહેન દીકરીઓના સ્વાભિમાનની લડાઇ હતી તેનો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ખેલ કરી નાંખ્યો છે. અમારી લડાઇની ઘોર ખોદી નાંખી છે. સાથે પદ્મિનીબા વાળાએ કહ્યુ કે, હું હવે સંકલિત સમિતિનો ભાગ પણ નથી અને હવે ભવિષ્યમાં તેમની સાથે રહેવાની પણ નથી.

રાજકોટમાં 23 માર્ચ 2024ના દિવસે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં નિવેદન આપ્યુ હતુ કે, ભારતમાં અંગ્રેજો સહિત અનેક લોકોએ રાજ કર્યા અને તે વખતે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદનથી ક્ષત્રિય સમાદમાં ખળભળાટ મચી ગયો હતો અને ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. આ વાતને આજે લગભગ 27 દિવસ થઇ ગયા છે.

રૂપાલાના નિવેદન બાદ પદ્મિનીબા વાળા મેદાનમાં આવ્યા હતા. તેઓ ભાજપ સાથે પણ જોડાયેલા છે. તે વખતે પદ્મિનીબા વાળાએ 14 દિવસ સુધી ઉપવાસ કર્યા અને 16 એપ્રિલે તેમણે સંતો અને આગેવાનોના કહેવાથી પારણાં કરી લીધા હતા.

પદ્મિનીબા વાળાએ આરોપ લગાવ્યો કે, ક્ષત્રિય સમાજની સકલિત સમિતિઓ માત્ર સમય પસાર કર્યો છે. તેમણે આખા આંદોલનને ખેદાન મેદાન કરી નાંખ્યું છે. મીડિયાએ પદ્મિનીબાને સવાલ પુછ્યો કે, ગીતાબા અને તૃપ્તીબાએ એવું નિવેદન આપ્યું છે કે જે રીતે ભાજપમાં જયચંદો છે એવી રીતે સમાજમાં પણ જયચંદો છે. તો એના જવાબમાં પદ્મિનીબાએ કહ્યું હતું કે,એ જયચંદોને હું જવાબ આપવા આવી છું. આ જયચંદોએ અમારા આંદોલનની પાર પીટી નાંખી છે.

પદ્મિનીબા વાળાએ કહ્યું કે,સંકલન સમિતિએ રાજકારણ ઘુસાડી દીધું. સમાજની લડાઇમાં રાજકારણની વાત હોવી જ ન જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp