ક્ષત્રિય સમાજ ભાજપને ગુજરાતની કેટલી બેઠકો પર નુકશાન પહોંચાડી શકે?

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન લગભગ એક મહિનાથી વધારે સમયથી ચાલી રહ્યું છે. શરૂઆતમાં રૂપાલા વર્સીસ ક્ષત્રિય સમાજની લડાઇ હતી જે હવે ક્ષત્રિય સમાજ વર્સીસ ભાજપ થઇ ગઇ છે. ક્ષત્રિય સમાજના નેતાઓનું કહેવું છે કે સમાજના લોકો ભાજપને ગુજરાતની આ બેઠકો પર નુકશાન પહોંચાડશે.

હિંદુસ્તાન ન્યૂઝ વેબસાઇટના અહેવાલમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતા કરણ ચાવડાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય આંદોલન રાજકોટ, સુરેન્દ્ર નગર, જામનગર, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ભરૂચની બેઠક પર નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્ર નગર, ભાવનગર, કચ્છ, વડોદરા, જામનગર, સાબરકાંઠા જેવી બેઠકો પર ભાજપને નુકશાન થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp