વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી નાંખી, અનેક જગ્યાએ ભૂવા પડ્યા

PC: twitter.com

અમદાવાદમાં રવિવારે દેમાર વરસાદ પડી રહ્યો છે અને મેઘરાજાની સવારીએ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદની પોલ ખોલી નાંખી છે અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે અને રસ્તાઓ બંધ કરી દેવાની નોબત ઉભી થઇ છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શેલામાં મોટો ભૂવો પડી ગયો છે અને તંત્રએ રોડ બંધ કરી દીધો છે. આને કારણે તંત્રની પ્રિ- માન્સૂન કામગરી પર અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં પણ ભૂવો પડી ગયો છે. નવાઇની વાત એ છે આ વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકાએ 2 મહિના સુધી પ્રિ- મોન્સૂન કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો. તો ખોખરા વિસ્તારમાં સર્કલ પાસે પણ અંદાજે 6 ફુટ જેટલો ભૂવો પડ્યો છે.વસ્ત્રાલમાં પણ ભૂવાની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ નગર પાસે મોટો ખાડો પડી ગયો છે.

ભૂવા તો પડ્યા પણ સાથે ધમધોકાર વરસાદ વડવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પશ્ચિમ વિતારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો તો અખબાર નગર , મીઠાખડી અને ત્રાગડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો. આ ઉપરાંત ન્યુ રાણીપ, ચાંદખેડા, આઇઓસી રોડ,ત્રાગડ રોડ, જવાહર ચોક જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. અમુક સોસાયટીઓની અંદર પણ પાણી ઘુસી ગયા છે.

માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતના બીજા શહેરોની પણ આવી જ હાલત હોય છે, મૂશળધાર વરસાદ પડવાની સાથે રસ્તા તુટી જાય,ભૂવા પડી જાય, પાણી ભરાઇ જાય આવી ઘટના બને જ છે. તંત્ર દર વખતે પ્રિ- મોન્સૂન કામગીરીની મોટા પાયે વાત કરે, પરંતુ એક વરસાદ પડે અને તંત્રની પોલ ખુલી જાય. પરેશાની આખરે સામાન્ય પ્રજાએ ભોગવવી પડે છે.

બીજી તરફ હવામાન વિભાગની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદર નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, અમરેલી જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp