આ 7 વસ્તુને 31 માર્ચ, 2018 સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરાવવી જ પડશે

PC: http://sth.india.com

કેન્દ્ર સરકાર બેન્ક સહિત અન્ય સેવાઓ માટે આધાર લિંક કરવાની ડેડલાઇન વધારી રહી છે. કેન્દ્ર સાથે જોડાયેલી આધારથી જોડાણની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની ત્રણ સદસ્યોની બેંચને સરકારે કહ્યું હતું કે આધાર લિંક કરવાનો સમય 31મી માર્ચ 2018 કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના વકીલ શ્યામ દિવાને અદાલત સમક્ષ એવી બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે વિભિન્ન સેવાઓ અને ડોક્યુમેન્ટ્સને આધાર સાથે લિંગ કરવાની ડેડલાઇન ખતમ થઇ રહી છે. આ બાબતે વચગાળાની રાહત માટે સુનાવણી કરવામાં આવે. કેન્દ્ર સરકારના એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું હતું કે આધાર ને બેન્ક એકાઉન્ટ સાથે જોડવાની ડેડલાઇન 31મી માર્ચ 2018 સુધી વધારી શકાય છે.

જો કે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને તેમણે મોબાઇલ નંબરને આધાર સાથે જોડવાની સમય મર્યાદા વધારવામાં અસમર્થતા દર્શાવી હતી. એટર્ની જનરલે કહ્યું હતું કે 131 સેવાઓના સંદર્ભમાં નોટીફિકેશન જાહેર કરવામાં આવશે.

આ 6 વસ્તુને 31 માર્ચ, 2018 સુધીમાં લિંક કરાવવી જ પડશે...

  • બેંક ખાતું
    પાન કાર્ડ
    મ્યુચ્યુઅલ ફંડ
    LPG કનેક્શન
    પોસ્ટ ઓફિસ ડિપોઝીટ
    વીમા પોલિસી
    મોબાઈલ નંબર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp