સુરતમાં મોડી રાત્રે વીજળી ડૂલ થતા ગાદલા-ગોદડા સાથે લોકો GEBની ઓફિસે પહોંચ્યા

PC: divyabhaskar.co.in

વરસાદના સમયમાં મોટા ભાગે ગામડાઓમાં વીજળી ડૂલ થઈ જતી હોય છે, કોઈક કોઈક વખત તો એવું પણ બને કે 12-24 કલાક સુધી પણ ગ્રામજનોને અંધારામાં વિતાવવા પડતા હોય, પરંતુ સુરત જેવા શહેરમાં પણ ચોમાસા દરમિયાન પાવરકટની સમસ્યાથી લોકોને હેરાન થવું પડી રહ્યું છે. સોમવારે મોડી રાત્રે પુણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં વીજળી જતી હતી હતી. સમસ્યાથી કંટાળી સમ્રાટ સોસાયટીમાં રહેતા લોકો અનોખો વિરોધ કરવા GEBની મુખ્ય અફિસે ગાદલાં-ગોદડાં લઈને પહોંચી ગયા હતા.

પાવર કટથી પરેશાન લોકો ઘરેથી થાળી-ચમચી પણ સાથે લઇને પહોંચ્યા હતા. લોકોઓ GEB મુખ્ય ઓફિસે ધામો નાખીને થાળી વગાડીને રામ ધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેમજ હાય રે GEB.. હાય, હાય..ના નારા પણ લગાવ્યા હતા. સુરતમાં વીજ વિભાગ સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈ વિવાદમાં છે તો બીજી તપફ પાવરકટની સમસ્યાથી પણ લોકો હેરાન પરેશાન થઇ ચૂક્યા છે. સામાન્ય વરસાદ થાય તો પણ પાવર કટ થઇ જાય છે. જેથી લોકો મુશ્કેલમાં મુકાય જાય છે.

પુના ગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે જ્યારે પાવરકટની સમસ્યા સર્જાતા સોસાયટીમાં રહેતા લોકો ગાદલાં-ગોદડાં GEB ઓફિસ પહોંચ્યા હતા. GEBની ઓફિલ બહાર થાળી વગાડીને, રામ ધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોજ લાઇટ જતી રહે છે. સોસાયટીના પ્રમુખ સંજયભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં માત્ર 3 દિવસ જ પાવર આપે છે. રોજ રાત્રે 9:00-10:00 વાગ્યા સુધી પાવર કટ હોય છે. ત્યારબાદ મેસેજ મોકલી આપે છે કે, લાઇટ રાત્રે 2:00 વાગ્યે અથવા તો 3:00 વાગ્યે આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, ઓફિસથી ફોન પર કોઈ જવાબ આપતા નથી. જ્યારે અધિકારીઓને ફોન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે, અમે કામમાં છીએ. કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી. આ લોકો પ્રાઇવેટ કંપની કરતા પણ વધારે ભાવ લે છે, પરંતુ સુવિધા કોઈ પણ પ્રકારની આપતા નથી. અધિકારીને ફોન કરીએ તો તેઓ બીજા અધિકારી સાથે વાત કરવા માટે કહે છે. લોકોની સમસ્યા જેમની તેમ છે, સમાધાન કરતા નથી. દરેક સોસાયટીમાં પૂછી લો રોજ વીજળી જતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp