સુરતના વકીલને ભારતના મોસ્ટ ટ્રસ્ટેડ સાયબર ક્રાઇમ અને કોર્પોરેટ એડવોકેટનો ખિતાબ

PC: Khabarchhe.com

સુરતમાં લાંબા સમયથી વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા એડવોકેટ શાકીર દાદુને રાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન પ્રાપ્ત થયું છે. મુંબઇમાં યોજાયેલા ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ 2024માં શાકીર દાદુને મોસ્ટ ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટ ઇન ઇન્ડિયાના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. ભારતના વિવિધ ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનારા લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ વખતે મુંબઇના સહારા સ્ટાર હોટેલમાં યોજાયેલા એક ફંક્શન દરમિયાન તમામ વિજેતાઓને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યા હતા. સુરતના વકીલ શાકીર દાદુને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે ભારતના સૌથી ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટનો ખિતાબ મળ્યો હતો. સાયબર ક્રાઇમ તથા રેવન્યુ એડવોકેટ તરીકેની નામના ધરાવતાં શાકીર દાદુએ અત્યાર સુધી ઘણાં સાયબર કેસને સોલ્વ કરવામાં મદદ કરી છે. હાલના ટેકનોલોજીના સમયમાં સાયબર ક્રાઇમ મોટી સમસ્યા બની છે એવામાં શાકીર દાદુ જેવા વકીલો લોકોને બચાવવાં માટે કાર્ય કરી રહ્યા છે અને ક્ષેત્રમાં તેમને આ એવોર્ડ મળવો એ સુરત માટે પણ એક ગર્વની વાત કહી શકાય.

ભારતના સૌથી મોટા ક્રીપ્ટો કરન્સી સ્કેમ બિટકનેકટ કોઈન ને લઇને ચર્ચામાં આવેલા શાકીર દાદુએ પોતાની દલીલો થકી આ કેસમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવ્યા હતા અને ત્યારથી જ તેઓની સાયબર ક્રાઇમ એડવોકેટ તરીકે નામના થઇ હતી. શાકીર દાદુએ પોતાની આ સફળતાનો શ્રેય તેમના સ્વર્ગસ્થ પિતાને આપ્યો હતો. તેમણે કહ્યું કે હું આજે જે કંઇ પણ છું એ મારા પિતાએ જોયેલા સપનાને કારણે છું. મને ટેકનોલોજીની ફિલ્ડમાં રસ હોવા છતાં મારા પિતાએ મારામાં એક વકીલને નિહાળ્યો હતો અને જેથી તેઓ મને એક સફળ વકીલ તરીકે જોવા માંગતા હતા અને હું આજે સફળ થયો છું પરંતુ પિતા સાથે ન હોવાનું દુખ મને હંમેશા રહેશે.

શાકીર દાદુ હાલ દેશની મોટી મોટી કંપનીઓના સલાહકાર તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓએ સાયબર ક્રાઇમ, જમીન બાબતોના કેસોમાં પણ પોતાની સિદ્ધિઓને સાબિત કરી છે. શાકીર દાદુ પોતાની કેરિયરમાં તો એક સફળ વકીલ સાબિત થયા છે પરંતુ તેઓ એજ્યુકેશનમાં ધરમુળથી ફેરફાર થાય તેના પણ પક્ષધર રહ્યા છે અને તેથી તેઓ એક સિસ્ટમ પર કામ કરી રહ્યા છે જેમાં વિવિધ ભાષા શિખવા માટે લોકોને મદદ કરશે જેની વેબસાઇટ speakupwithai.com હાલ લાઈવ થઈ ગયેલ છે જે એક એ.આઇ. મોડલ છે જેના થકી લોકો ભાષાઓને સરળતાથી શીખી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp