BJPના MLAના રાજીનામા પર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જાણો શું કહ્યું

PC: facebook.com

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોવના આક્ષેપ સાથે તેમને રાજીનામું આપ્યું હતું. આ બાબતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર આંકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો અહંકાર અને ભારતીય જનતા પાર્ટીની નીતિ છે જે માત્ર નકલી મુદ્દાઓથી જ ચૂંટણી જીતાય છે એટલા માટે ન પ્રજાને ગણતરીમાં ન લેવાની, ભાજપના કાર્યકર્તાને ગણતરીમાં ન લેવાના અને એટલુ જ નહીં જેના ટેકાથી સરકાર બને છે તે ધારાસભ્યને પણ રાજીનામુ આપવાની હદ સુધી જવું પડે તે અહંકારની પરાકાષ્ઠા છે. મેં જોયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર નાના કાર્યકર્તાની કે, જનતાની કોઈ ગણતરી નથી. ગઈ કાલે અમિત શાહે કહ્યું ભલે CAAની વિરોધની અંદર લાખો લોકો ભલે ઉમટતા હોય અને જે દેખાવો કરવા હોય તે કરીલે અમે આની અંદર દેશ સળગતો હોય તો સળગવા દઈએ પણ અમે આની અંદર ફેરફાર કરવા માંગતા નથી. આજ નીતિ તેના કાર્યકર્તાઓમાં આવે છે. કેતનભાઈએ એવું લખ્યું છે કે, મારા વિસ્તારમાં પ્રજાના કામ નથી થતા એટલું જ નહીં મારા જેવા અસંખ્ય ધારાસભ્યો એવા છે જેની આજ દશા છે એટલે એમનો અવાજ બનવા માટે હું રાજીનામું આપી રહ્યો છું.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અત્યારે જમીનના શોદાગરોનું, દારૂના વેપારીઓનું અને જે લોકો ગુંડાગર્દી કરીને નાણા થંભાવી આપે છે અને જે અધિકારીઓ કમાણી કરે છે અને રાજકીય કાર્યક્રમો ગોઠવી દે તેનો પક્ષ બની ગયો છે અને તેમાં કોઈ ધારસભ્ય એમ કહે કે, હું પ્રજાનું કામ લઇને જાઉં છું તો તેમાં તેની કોઈ કિંમત રહેતી નથી. બે દિવસ પહેલા જ જોયું છે દેશની 70% સંપતી માત્ર ગણ્યા ગાઠયા ઉદ્યોગપતિઓ પાસેથી અને તેના કારણે જ ચૂંટણી જીતાય છે અને નીતિઓ પણ તેના અનુરૂપ બને છે. એટલે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં ગરીબ માણસને 50થી 100 વારનો પ્લોટ અપાવવો હશે તે નહીં અપાવી શકે, પણ તેની સામે લાખો એકર જમીન મોટા ઉદ્યોગપતિઓ લઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp