સંસારના તમામ સુખો ક્ષણિક છે: આચાર્ય વિજય કીર્તિયશ સુરીશ્વરજી

PC: Khabarchhe.com

સંસારના તમામ સૂખો ક્ષણિક છે આ અલ્પકાલીન સુખો માટે દીર્ઘકાલીન દુઃખો ભોગવવા તૈયાર રહેજો તેમ આચાર્ય શ્રીમદ વિજય કીર્તિયશ સુરીશ્વરજી મહારાજે આચારાંગ સૂત્રને કેન્દ્રમાં રાખી ધર્મોપદેશ આપતા કહ્યું હતું. પાંચ ઇન્દ્રિયોના સુખો શબ્દ રસ, રૂપ, ગંધ અને સ્પર્શમાંથી મળે છે. એવું પ્રત્યેક સંસારી માને છે અને એટલે જ તેને મેળવવા પાગલની જેમ તેની પાછળ દોડે છે. વાસ્તવમાં આ ક્ષણિક સૂખો તમને દુઃખોની ગર્તામાં ધકેલી રહ્યા છે. જેથી જેટલું પણ છોડી શકાય, બચી શકાય તેટલું છોડી દો, બચી જાવ એમ જ્ઞાની ભગવંતોએ આપણને સમજાવ્યું છે પણ તકલીફ એ છે કે આજે લોકો સંસાર, ભોગ-વિલાસ ધન સંપત્તિ સત્તા પાછળ એટલા આ શકત બન્યા છે કે તેવા લોકો વીતરાગના વચનો સમજી પણ શકતા નથી ત્યાં સ્વીકારી ક્યાંથી શકે?

આચાર્ય ભગવંતે કહ્યું, રૂપિયામાં બે સુખ હોય છે એક આભિમાનિક અને બીજું વૈસયિક નાણા-સંપત્તિના કારણે અભિમાન જાગે તેને આભિમાનીક સુખ કહેવાય જ્યારે પાંચેય ઇન્દ્રિયોની વાસનાને સંતોષવા જે નાણાં વાપરો તેને વૈસયિક સુખ કહેવાય આ બંને ક્ષણિક સુખો અંતે તો દુઃખદાયી જ પુરવાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp