સુખ નહીં તેનું નામ સંસાર છે: વિજય કીર્તિયશ સૂરીશ્વરજી

PC: Khabarchhe.com

સંસાર અને મોક્ષ સંદર્ભે ઊંડાણપૂર્વક વાત કરતા આચાર્ય શ્રીમદ વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજે કહ્યું કે, જ્યાં જીવવાનું થોડું જરૂરિયાતોનો પાર નહીં. આમ છતાં સુખ નહીં તેનું નામ સંસાર છે. આજના સુખો વસ્તુ, વ્યક્તિ, પદાર્થ પરિસ્થિતિને આધીન છે. પરિણામે એક સુખ મેળવવા અનેકને મુસીબતોમાં મુકવા પડે. કોઈને દુઃખ પહોંચાડીને તમારે સુખ પ્રાપ્ત કરવું પડે છે. આ બધામાંથી મુક્ત થવા માટે સરળ હૈયે આત્મ સાધના તરફ આગળ વધો પરિણામે તમે મોક્ષ સુધી પહોંચવામાં સફળ રહેશો. આ મોક્ષ એટલે જ્યાં જીવવાનું સદા, જરૂરિયાતોનું નામ નહીં આમ છતાં સદા આનંદ. 

તેઓએ કહ્યું કે પ્રત્યેક સાધુ શ્રાવકોએ પોતાના હૈયાને સરળ બનાવવું પડશે તેના માટે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કરવાનો છે. દાન શીલ તપમાં શક્તિનો ઉપયોગ કરવાનો છે. જાત માટે જે પ્રયત્ન કરવાનો છે તેમાં કોઈને કોઈ જગ્યાએ ચૂકી જવાય છે જેના માટે ચિત્તનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે ચિત્ત તમને રમાડ્યા જ કરે છે આડો -અવળો વાંકો ચુકો ચાલતો સાપ જે રીતે દરમાં જતી વખતે સીધો થઈ જાય છે એ રીતે પ્રત્યેક શ્રાવકે સાધનાના માર્ગમાં સીધા જવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp