કોંગ્રેસના ઉમેદવારે ખોટી સહી કરી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાયઃ AAP

PC: twitter.com

સુરત લોકસભામાં જે થયું છે તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે 'આપ' પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં 'આપ'ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી હતી. મનોજ સોરઠિયાનું કહેવું છે કે જો કોંગ્રેસના ઉમેદવારે નકલી સહી સાથે નોમિનેશન ફોર્મ ભર્યું હોય, તો આવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવા એ શિક્ષાપાત્ર ગુનો છે.

તેમણે કહ્યું કે, આ ઘટનાએ લોકશાહીના પાયાને હચમચાવી નાખ્યો છે, તો ચૂંટણી પંચની જવાબદારી છે કે આ ઘટનામાં કાર્યવાહી કરે અને દોષિતોને સજા આપે.

AAPએ કહ્યું હતું કે, સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષક દિપક આનંદ (IAS)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મનોજ સોરઠીયાએ ચૂંટણી નિરીક્ષક દીપક આનંદ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,  કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવાનો આદેશ આપતાં ચૂંટણી અધિકારીએ લખ્યું છે કે, નામાંકન પર અરજદારની સહી નકલી જણાઈ રહી છે, તેથી ઉમેદવારી રદ કરવામાં આવી રહી છે.

જો કોંગ્રેસના ઉમેદવારે નકલી સહી સાથે નોમિનેશન ફોર્મ ભર્યું હોય, તો આવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવાનો ગુનો ભારતીય દંડ સંહિતા IPC 464, 465, 468, 471 અને 120(b) હેઠળ શિક્ષાપાત્ર છે. જો અરજદારે ખોટું સોગંદનામું દાખલ કર્યું હોય અને જૂઠું બોલ્યું હોય કે તેની સહી નકલી છે, તો તેની સામે IPC 191,192,193,196,200 હેઠળ ગુનો બને છે. લોકશાહી ખતમ કરનારી આ ઘટનામાં ચૂંટણી કમિશનરે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.  આ ઘટનાએ લોકશાહીના પાયાને હચમચાવી નાખ્યો છે, તો ચૂંટણી પંચની જવાબદારી છે કે આ ઘટનામાં કાર્યવાહી કરે અને દોષિતોને સજા આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp