દીપડાએ ગિરનાર લીલી પરિક્રમાના રુટ પર 11 વર્ષીય છોકરી પર હુમલો કરતા નિધન

PC: gujarati.news18.com

ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસથી થઇ ગઇ છે. પરિક્રમાના રૂટ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે, પરંતુ આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લીલી પરિક્રમાના માર્ગ પર એક દીપડાએ 11 વર્ષીય છોકરી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ 11 વર્ષીય છોકરીનું મોત થઇ ગયું છે. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાતા આખી પરિક્રમાના માર્ગ પર ભયનો માહોલ સર્જાયો છે. આ સાથે મૃતક છોકરીના પરિવારજનોની રડીરડીને હાલત ખરાબ થઇ ગઇ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ પર દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે બાવરકોટમાં પરિક્રમા માર્ગ પર દીપડાએ છોકરી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ છોકરીનું મોત થઇ ગયું છે. આ મૃતક છોકરી અમરેલી જિલ્લાની રહેવાસી છે. આજે વહેલી સવારે બોરદેવી રાઉન્ડના બાવર કોટ વિસ્તારમાં 11 વર્ષીય પાયલબેન લક્ષ્મણભાઈ સાખન નામની છોકરીને દીપડો ખેંચી ગયો હતો. ઘ

ણાં સમય સુધી પરિવારે તેને જંગલમાં શોધી, પરંતુ તેમને બાળકી કે દીપડો મળ્યો નહોતો. ત્યારબાદ પરિવારે વન વિભાગને જાણ કરી હતી. આ સમાચાર મળતાની સાથે વન વિભાગની ટીમે પણ ત્યાં પહોંચીને છોકરીને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમની તપાસમાં છોકરી મૃત હાલતમાં મળી આવી હતી. જો કે, આ દુર્ધટના બાદ છોકરીના પરિવારમાં ખૂબ રોશ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ એપ્રિલ મહિનામાં અમરેલીના રાજુલામાં ખેતરમાં કામ કરતા પરિવારની 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઝાડ નીચે ઊભી રહેલી છોકરી પર દીપડો તરાપ મારીને કૂદ્યો હતો અને માથાના ભાગેથી પકડી લીધી હતી. જો કે બાજુમાં રહેલા લોકોએ બૂમાબુમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો અને છોકરીનો બચાવ થયો હતો.

ગિરનારની પરિક્રમામાંની શરૂઆત

ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પ્રારંભ થઇ છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તે માટે મોટાભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. એ સાથે સિંહના ચિત્ર સાથે પરિક્રમાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જંગલ અમારૂ ઘર છે, અમારા ઘરને ગંદુ કરશો નહીં. વન વિભાગ દ્વારા પરિક્રમા માર્ગનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં, ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઇન્ટ કેટલા અંતરે આવેલા તે માટેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp