સૌરાષ્ટ્રના પોરબંદરમાં શરૂ થયું લાયન સફારી પાર્ક, 8 સિંહ લવાયા
ગુજરાતમાં સાસણ ગીર પછી હવે પોરબંદરના બરડા ડુંગરમાં સફારી પાર્ક 17 ઓક્ટોબરથી શરૂ થયું છે. 192 ચો.મી વિસ્તારમાં પથરાયેલા આ જંગલમાં 40 સિંહો રહી શકે તેટલી ક્ષમતા છે. પોરબંદરથી 35 કિ.મી દુર બરડા સફારી પાર્ક આવેલું છે
પોરબંદરના બરડા જગંલ સફારીની શરૂઆત ભાણવડ નજીક કપુરડી નાકાથી થાય છે. પોરબંદરના રાણાવાવ અને ત્યાંથી ભાણાવડ રોડ પર આવેલા કપુરડી સુધી પહોંચી શકાશે.સફારીનો રૂટ 27 કિ.મીનો છે અને અત્યારે એક નર, 5 માંદા અને 2 સિંહ બાળને સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.
સફારી પાર્કીમાં જવા માટે 400 રૂપિયાની પરમીટ ફી છે, ગાઇડની સેવા 400 રૂપિયામાં મળે છે અને 6 માણસો સાથેની જીપ્સી 2000 રૂપિયાના ભાડે મળે છે.સવારે 7થી 9 અને બપોરે 3થી 6 પાર્ક ખુલ્લો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp