લંડનમાં ભણવા ગયેલા મીત પટેલે કરી આત્મહત્યા, પેરેન્ટ્સને ઓડિયોથી મોકલ્યા આ સંદેશ

PC: etvbharat.com

ચાણસ્મા તાલુકાના રાણાસન ગામનો 23 વર્ષીય મીત પટેલ લંડનમાં ભણવા ગયો હતો. અચાનક તેના પેરેન્ટ્સને ઓડિયો મેસેજથી ખબર પડે છે કે તેમના દીકરાએ આત્મહત્યા કરી લીધી છે. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાના દીકરા બાબતે આ સમાચાર સાંભળીને માતા-પિતાનું કાળજું કંપી ગયું. દીકરાએ આત્મહત્યા જેવુ પગલું ઉઠાવવા અગાઉ માતા-પિતાને ઓડિયો મોકલીને પોતાની આપવીતી પણ સંભળાવી હતી. મીત માટેલે પોતાના અંતિમ સંદેશ તરીકે મોકલેલા આ ઓડિયોમાં પોતાના માતા-પિતા પાસે માફી માગી છે અને ત્યારબાદ આત્મહત્યા કરી લીધી.

ઓડિયોમાં મીત પટેલ કહી રહ્યો છે કે મમ્મી-પપ્પા મને માફ કરી દેજો. મેં તમારા 15 લાખ બરબાદ કરી દીધા. ઓડિયો મુજબ ત્યાં મીત પટેલ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો, જેના પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી લીધી. ઓડિયોમાં તેણે અંતે એમ પણ કહ્યું કે, હું અહી ફસાઈ ગયું છું, હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મીત પટેલનો આખો પરિવાર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં રહે છે. માતા-પિતાએ દીકરાને અભ્યાસ માટે લંડન મોકલ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લંડન જઈને તે કોઈ પ્રકારના માનસિક અત્યાચારનો શિકાર હતો.

તે પોતાના પેરેન્ટ્સને એ વાત એટલે કહી શકતો નહોતો કેમ કે તેને લાગતું હતું કે તેમણે કયા પ્રકારે લાખો રૂપિયાની વ્યવસ્થા કરીને પોતાને ત્યાં મોકલ્યો હતો. તો પાટણના સંસદ ભારત સિંહ ડાભીએ વિદેશ મંત્રાલયને ડેડબોડી પરત મેળવવા મદદ કરવા માટેનો પત્ર લખ્યો છે. લંડનમાં અભ્યાસ કરવા ગયેલા મીત પટેલે 3 ઓડિયો તેના પરિવારજનોને મોકલ્યા છે જેમાં તેણે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી હેરાન થઈ રહ્યો છું. અહી મારા પર અત્યાચાર થઈ રહ્યો છે. મમ્મી-પપ્પા મારા ઉપર એક વ્યક્તિ હાવી થઈ ગઈ છે અને આ વ્યક્તિ મારા પર વધુ હાવી થાય એ પહેલા હું મરી જઈશ.

આ વ્યક્તિ 19 નવેમ્બર પહેલા હાવી થાય એ અગાઉ હું આત્મહત્યા કરીશ. 19 તારીખ મારા જીવનની છેલ્લી તારીખ છે. મમ્મી-પપ્પા મેં તમારા 15 લાખ રૂપિયા બગાડ્યા છે. તો મને માફ કરજો. હું કેનેડિન બરફીન પર છું, જ્યાં હું આત્મહત્યા કરીશ. મને છેલ્લે બાથરૂમમાં લિક્વિડ પીવડાવ્યું હતું. તમને હેરાન કરું તે અગાઉ હું આત્મહત્યા કરીશ. મારી બહેનને સારા પરિવારમાં પરણાવજો. મને શોધવાના પ્રયાસ ન કરતા. હું 3 ઓડિયો છોડી રહ્યો છું, જે સાંભળી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp