મા અંબાનું ધામ અંબાજી ગામ સજજ્જ બંધ, જાણો કારણ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અને મા અંબાના ધામ તરીકે જાણીતું અંબાજી ગામ બુધવારે સજ્જડ બંધ રહ્યું છે. તમામ દુકાનો બંધ છે અને રસ્તાઓ સુમસામ થઇ ગયા છે. અંબાજી ગામ સજજડ બંધ રહેવાનું કારણ એવું છે કે, વેપારીઓનો આરોપ છે કે ગામમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો પોતાની જાતને સુરક્ષિત હોવાનું માનતા નથી. 29 જુલાઇએ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષીકેશ પટેલના સગા મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડિકલ સ્ટોર્સમાં અસમાજિક તત્ત્વોએ તોડફોડની ઘટના પછી ગામના દુકાનદારો અને વેપારીઓ નારાજ થયા હતા.
વેપારીઓએ બુધવારે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરીને સજજડ બંધ પાળ્યો છે. દુકાનદારોના આ બંધના એલાનમાં 200 જેટલા ટેક્સી ડ્રાઇવરો પણ જોડાયા છે. જો કે મા અંબાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે ખુલ્લું હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp