ગુજરાતના યુવાનની EVMની વાત મહારાષ્ટ્રના ત્રણ પક્ષોએ માની

PC: twitter.com

ગુજરાતમાં EVM સામે જંગ છેડીને EVMના બદલે કાગળના બેલેટ પેપરથી જ મતપેટીમાં મત નાંખવાની જૂની પરંપરા ફરીથી ચાલું કરવા માટે દાંડી યાત્રા કાઢીને રાજ્યભરમાં આંદોલન શરુ કરનાર અતુલ પટેલની મહેનત હવે રાજકીય પક્ષોને એક મંચ પર લાવી રહી છે.

કર્ણાટકમાં ચૂંટણીમાં ભાજપ તરફી જુવાળ રહેતાં મહારાષ્ટ્રના ત્રણ મોટા પક્ષોએ EVM સામે શંકા ઊભી કરીને માંગણી કરી છે કે ફરીથી બેલેટથી જ મતદાન કરવામાં આવે. EVM પર એનસીપી અને શિવસેનાએ નિશાન તાક્યું છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને અને શરદ પવારને અતુલ પટેલ મળ્યા હતા અને ગુજરાતની ચૂંટણીમાં EVMનો શું રોલ હતો તે અંગે તેમણે સારી રીતે સમજાવ્યું હતું.

EVM અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપના જ્વલંત વિજય પાછળ ઈલેટ્રોનિક વોટિંગ મશીનની જીત છે. ભાજપની એક તરફી 14 જીત પછી હવે દેશના લોકો શંકા ઊભી કરી રહ્યાં છે. તેથી લોકોની શંકા દૂર કરવા માટે ભાજપે બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવી જોઈએ. EVM માટે બધાને હવે શંકા ઊભી થઈ રહી છે. આમ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ પણ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની તરફેણ કરી છે.

આ ઉપરાંત શરદ પવારની NCP પણ કહે છે કે ભાજપની એકતરફી જીત પર વિશ્વાસ બેસતો નથી. કર્ણાટકમાં કોંગ્રેસ માટે એકતરફી વાતાવરણ હતું. તેથી એવું લાગતું હતું કે કોંગ્રેસની જીત થશે. એકતરફી જીત મળે તે વાત મારા ગળે ઊતરતી નથી એવું જયંત પાટીલે જણાવ્યું હતું. મને મળેલા ફીડબેક કરતાં પરિણામ અલગ છે. લોકોના મનમાં જે હતું તે EVMમાં દેખાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp