વડોદરામાં બની રહ્યું છે મેક ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ, 29 તારીખે PM મોદી આવશે

વડોદરામાં સૌથી પહેલું મેક ઇન ઇન્ડિયા કાર્ગો એરક્રાફ્ટ એસેમ્બલ થવાનું છે અને તેના પાર્ટસ 5 ટ્રક ભરીને મુંબઇથી ગુજરાત આવી ગયા છે અને સોમવારે વડોદરા પહોંચશે. ટાટા ગ્રુપ અને સ્પેનની કંપની એરબસનો C -295 વિમાન બનાવવાનો આ જોઇન્ટ પ્રોજેક્ટ છે. પાર્ટસ આવી ગયા પછી વડોદરા એરપોર્ટ પર જ્યાં  ટાટા એડવાન્સ સીસ્ટમનું બિલ્ડીંગ આવેલું છે ત્યાં ગુજરાતના 300 ઇજનેરો એરક્રાફ્ટને એસેમ્બલ કરવાનું કામ શરૂ કરશે.

28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્દ્રેજ અઢી કલાકનો આજવાથી રોડ શો કરીને વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરામાં કુલ 40 C-295 વિમાન બનવાના છે અને એક વિમાનને બનતા દોઢ વર્ષ લાગશે. 2031 સુધીમાં બધા એરક્રાફ્ટ ભારતીય સેનાને સુપરત કરાશે.

આ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે જે એવું હશે કે જ્યાં વાહનો ન પહોંચી શકે તેવા વિસ્તારોમાં પણ સેનાનો માલસામાન ડીલીવરી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp