બહારનું ખાતા પહેલા ચેતી જજો, હવે અંકલેશ્વરની હોટલમાં સેન્ડવીચમાં મળ્યા મંકોડા

PC: sandesh.com

છેલ્લાં કેટલાંક સમયથી ખાવાની વસ્તુઓમાં વાંદા, ઇયળ, જીવાતો ફરતી હોવાના અનેક સમાચારો સામે આવી રહ્યા છે, જે ખરેખર ચિંતા ઉભી કરનારા છે. આ વાતને કારણે આરોગ્યની તપાસ કરનારા અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે. હવે અંકલેશ્વરની એક હોટલમાં સેન્ડવીચમાંથી મંકોડા નિકળ્યાની ઘટનાએ હોબાળો મચાવ્યો છે. બહારનું ચટાદેકાર ખાવાના શોખીનો માટે આ એક ચેતવણીરૂપ કિસ્સાઓ છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા લોકો સામે કોઇ કડક પગલાં પણ લેવાતા નથી.

જાણવા મળેલી માહિતી મુજબ અંકલેશ્વરામાં આવેલી ડિસન્ટ હોટલમાં ગ્રાહકે સેન્ડવીચ મંગાવી હતી. હજુ તો ગ્રાહક સેન્ડવીચનો પહેલો કોળિયો મોંમાં મુકી રહ્યો હતો ત્યારે સેન્ડવીચમાં મંકોડા ફરતા દેખાયા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો અને સાથે ફુડ અને ડ્રગ્સ વિભાગને ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રાહકે 240 રૂપિયા સેન્ડવીચનું બીલ ચૂકવી દીધું હતું.

કોઇ પણ ફુડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ સ્વચ્છતાનું પુરેપુરુ ધ્યાન રાખવાનું છે અને તેમના કિચનને પણ ચોખ્ખું રાખવાનું અને સાથે કોઇ જીવાત ન હોય તે જોવાની પણ જવાબદારી છે, પરંતુ તંત્રના પાપે ફુટીન ફાડકા થઇ ગયેલા હોટલ વાળા કે ફુડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો આવી દરકાર રાખતા નથી.

હજુ થોડા સમય પહેલાં જ ભરુચમાં આવેલી હેલોઝ પિત્ઝાની હોટલમાં સુપમાંથી વાંદો નિકળ્યો હોવાની ફરિયાદ સામે આવી હતી. તે વખતે એવો હોબાળો મચ્યો હતો કે હોટલ માલિકો ભાગી છુટ્યા હતા.

થોડા દિવસો પહેલાં સુરતની વિજય ડેરીમાં મિઠાઇ પર વાંદા ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ વિજય ડેરીને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો.

આ પહેલા અમદાવાદની જાણીતી બ્રિટિશ પિત્ઝા હોટલના સલાડમાંથી ઇયળ નિકળી હોવાની પણ ફરિયાદ થઇ હતી. તો અમદાવાદની અન્ય એક હોટલ રિયલ પેપરિકામાં બર્ગરમાંથી ઇયળ નિકળી હતી.

આરોગ્ય સાથે સંકળાયેલી આવી બેદરકારી બિલકુલ ચલાવી ન લેવી જોઇએ, પરંતુ ભ્રષ્ટ્રાચારમાં ડુબેલા અધિકારીઓને લોકોની બિલકુલ પરવા નથી હોતી, તેમને માત્ર તેમના ગજવા ભરવામાં જ રસ હોય છે.

લોકોએ પણ હવે સમજવું પડશે કે બહારનું ખાવાનું તેમના માટે કેટલું જોખમરૂપ છે. તમે ખાવા બેઠા હો અને એક વંદો દેખાય જોય તો પણ તમારો ખાવાનો મૂડ આઉટ થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp