મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટી જવાબદારી, જયંતિ રવિ પાછા ગુજરાતમાં

PC: aspirecircle.org

બુધવારે મોડી રાત્રે ગુજરાતના 18 IAS અને 8 IPSની બદલી અને નિમણુંકનો ઓર્ડર જારી કરવામાં આવ્યો. મનોજ દાસને મહેસુલ વિભાગમાંથી મુખ્યમંત્રીના ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી મળી છે ઉપરાંત તેમને ગૃહ વિભાગના મુખ્ય સચિવનો વધારાનો હવાલો પણ મળ્યો છે. જયંતિ રવિનો પુડ્ડેચેરીમાં ડેપ્યુટેશનનો કાર્યકાળ પુરો થતા તેમને ફરી ગુજરાત બોલાવી લેવામાં આવ્યા છે અને તેમને મહેસુલ વિભાગા એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી મળી છે. રાજીવ ટોપનો અને ડો. ટી. નટરાન પણ ડેપ્યુશ પર હતા તેમને પણ ગુજરાત બોલાવી લેવામાં આવ્યા છે.

IPSની બદલીમાં રાજકોટના રાજુ ભાર્ગવની TRP ગેમ ઝોનમાં આગની ઘટના પછી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, પરંતુ તેમને પોસ્ટીંગ નહોતું અપાયું હવે તેમને આર્મ્સ ફોર્સમાં ADGP બનાવી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp