મહેંદી કલ્ચરના સહ-સ્થાપક સરિતા સિન્હાનું નવરત્ન એવોર્ડથી સન્માન

PC: Khabarchhe.com

આજના સમયમાં મહિલા સશક્તિકરણ થવું એ એક અતિ જરૂરિયાત બાબત બની છે એવા સમયમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક ગ્રેજ્યુએટ સરિતા સિન્હા જેવી મહિલાઓ પરિવર્તનની દીવાદાંડીની જેમ ઉભાં છે જે સમાજમાં પ્રકાશ ફેલાવી રહ્યાં છે. એક પ્રખ્યાત ઉદ્યોગસાહસિક અને જેન્ડર સેન્સિટીવિટીના હિમાયતી સરિતા સિન્હાનો અત્યાર સુધીનો સફર ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડોદરામાં લાયન્સ ક્લબ ઓફ ચંદનાવતી દ્વારા તેમને નવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરિતા સિન્હાની ઓળખ ઉદ્યોગ સાહસિક અને મહેંદી કલ્ચરના સહ સ્થાપક તરીકેની છે. મહેંદીની કલા થકી મહિલાઓના સશક્તિકરણ કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ સરિતા સિન્હાએ પુરું પાડ્યું છે. માત્ર પેશન પ્રોજેક્ટ થકી જે કાર્ય શરૂ થયું તે આજે વિશ્વમાં એક અગ્રણી સાહસ બની ગયું છે જે વિશ્વભરના લોકોને અસર કરી રહ્યું છે.

મહિલાઓના સશક્તિકરણ માટે સરિતા સિન્હાની પ્રતિબદ્ધતાને લીધે મહેંદી કલ્ચર આગળ વિસ્તર્યું છે. આ સંસ્થાના સહ સ્થાપક તરીકે જ નહી પરંતુ જેન્ડર સેન્સિટિવીટી અને કાર્યસ્થળો પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવાં માટે સરિતા સિન્હા આજે દેશભરમાં એક આગળ પડતું નામ છે. લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકેની તેમની કુશળતાને લીધે ઘણાં સંસ્થાઓમાં બદલાવ આવ્યો છે. કાર્યસ્થળોને કેવી રીતે ખુશખુશાલ અને સુરક્ષિત બનાવી શકાય અને સાથે જ સમાનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે માટે સરિતા સિન્હા હંમેશા કાર્યરત છે.

બે દાયકાથી વધુના અનુભવ સાથે સરિતા સિન્હા POSH(પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હેરેસમેન્ટ) કન્સલ્ટન્ટ અને ટ્રેનર તરીકે કાર્યરત છે. સરિતા સિન્હાએ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેમ કે ઇન્ડિયા પોસ્ટ, નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સ નાર્કોટિક્સમાં ટ્રેનર તરીકેની ભૂમિકા ભજવી છે. ઉપરાંત મલ્ટી નેશનલ કંપનીઓમાં વર્કશોપ થકી માર્ગદર્શકની ભૂમિકા અદા કરી છે. અત્યાર સુધી સરિતા સિન્હા પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હેરેસમેન્ટ વર્કશોપ હેઠળ 16000 લોકોને આ મુદ્દે ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેમના આ કાર્યને લીધે જ સરિતા સિન્હા POSH તાલીમ માટે સરકાર દ્વારા સુચિબદ્ધ કરવામાં આવેલા ટ્રેનર છે જેઓ આવકવેરા વિભાગ, ઇન્ડિયા પોસ્ટ તેમજ ઘણી MNC કંપનીઓમાં ઇન્ટરનલ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે. POSH પોલીસી સ્થાપવા માટે પણ સરિતા સિન્હાએ આગળપડતી ભૂમિકા ભજવી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રિલેશનશિપ કાઉન્સેલિંગમાં પણ સરિતા સિન્હાએ કુશળતા હાંસલ કરી છે. સરિતા સિન્હાએ FICCI FLO અમદાવાદ ખાતે ઇન્ક્યુબેશન સેલમાં તેમના કાર્યો દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કામ પ્રત્યેનું સરિતા સિન્હાનું સમર્પણ એ તેમના સફળતાની મુખ્ય ચાવી રહી છે. ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપમાં તેણીની અસર અને પ્રભાવને ઓળખીને TIE ગ્લોબલ અને યુએસ કોન્સ્યુલેટ દ્વારા સ્કેલ અપ પ્રોગ્રામ માટે ટોચની 30 ભારતીય મહિલા સાહસિકોમાંની એક તરીકે તેણીની પસંદગી કરવામાં આવી હતી.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, યુએસએ માટે પ્રમાણિત આંતરરાષ્ટ્રીય કોચ તરીકે, સરિતા સિન્હા ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યાં છે. આંતરિક સમિતિઓના બાહ્ય સભ્ય તરીકે તેમની હાજરીને કારણે જેન્ડર સેન્સિટિવિટી પર 200 થી વધુ કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, સરિતા ભારતભરના વિવિધ મેનેજમેન્ટ અને ઉદ્યોગ સંગઠનોમાં યોગદાન આપવા માટે સમય ફાળવે છે, અને અન્ય લોકોને સશક્ત બનાવવા માટે તેમની કુશળતા અને આંતરદૃષ્ટિ શેર કરે છે. સરિતાની વાર્તા જુસ્સા અને દ્રઢતાની શક્તિનો પુરાવો છે. તેણીના કાર્ય દ્વારા, તેણીએ માત્ર મહિલાઓનું જીવન જ બદલી નાખ્યું નથી પરંતુ સશક્તિકરણનો વારસો પણ બનાવ્યો છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp