મહેસાણાઃ મુસ્લિમ પરિવારે હિંદુ યુવતીના લગ્નમાં મામેરું ભર્યું, 5 લાખ રોકડા આપ્યા
દેશમાં એક તરફ હિંદુ- મુસ્લિમો વચ્ચે કેટલાંક લોકો નફરતનો માહોલ ફેલાવી રહ્યા છે તેવા સમયે ગુજરાતના મહેસાણામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી આનંદ થઇ શકે છે. કોમી-એકતાની મિસાલ જેવા આ સમાચાર એવા છે કે મહેસાણાના એક ગામમાં મુસ્લિમ પરિવારે ચૌધરી પરિવારની યુવતીના લગ્નમાં મામેરું ભરીને મામાનો રોલ અદા કર્યો હતો અને 5 લાખ રૂપિયા રોકડા અને 50 હજાર રૂપિયાના દાગીના આપ્યા હતા. ખુશીના આ પ્રસંગની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે, કારણકે મુસ્લિમ પરિવારે આ કામ ખુશી ખુશી કર્યું છે અને ગામના લોકોએ પણ તેમના આ કામની સરાહના કરી છે.
જાણવા મળેલી વિગત મુજબ મહેસાણાના ભટાસણ ગામમાં રહેતા પારસંગભાઇ ચૌધરીની દિકરીના લગ્ન હતા. આ ગામમાં જ રહેતા સૈયદ પરિવારના સાઇદભાઇએ મામાની ભૂમિકા ભજવી હતી અને ચૌધરી પરિવારમાં મામેરુ ભર્યું હતુ.
ગામના લોકોના કહેવા મુજબ છેલ્લાં 10 વર્ષથી સૈયદ પરિવાર અને ચૌધરી વચ્ચે ધંધાકીય સંબંધો છે. બંને પરિવારો વચ્ચે ગાઢ મિત્રતા છે. એવા સમયે જ્યારે ચૌધરી પરિવારની દિકરીના લગ્ન આવ્યા તો સૈયદ પરિવારે મામેરું ભરવાની જવાબદારી લીધી હતી.
આવા તો અનેક લોકો છે જેઓ ક્યારેય હિંદુ-મુસ્લિમનો ભેદ કરતા નથી. એક બીજા માટે દ્રેષ કરતા નથી. આવા લોકો પાસેથી નફરત ફેલાવનારાઓ શિખવા જેવું છે.
આજની તારીખે પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં વસતા હિંદુ- મુસ્લિમો ભાઇ-ભાઇની જેમ રહે છે. ગામમાં મુસ્લિમને ત્યાં પ્રસંગ હોય તો હિંદુઓ સંભાળી લે અને હિદુંઓને ત્યાં પ્રસંગ હોય તો મુસ્લિમ લોકો સંભાળી લે. ક્યારેય તેઓ લડવા-ઝગડવાની વાત કરતા નથી.
મહેસાણામાં પણ સૈયદ પરિવારે મામેરું ભર્યું તેને કારણે ચૌધરી પરિવારમાં તો ખુશી ફેલાઇ, પરંતુ ગામના લોકોએ પણ આ કામની સરાહના કરી. લગ્ન પ્રસંગમાં જાણે ચાર ચાંદ લાગી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp