હવામાન વિભાગની આગાહી 8 અને 9 જૂન ગુજરાતમાં આ વિસ્તારમાં વરસાદ પડશે

5 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે,7થી 12 જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિ- મોન્સુન એક્ટીવીટિ શરૂ થશે. પરંતુ વરસાદનું મોડલ જોતા નૈરૂત્યનું ચોમાસું મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં 8-10 દિવસ અટકશે. જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. અમદાવાદમાં જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદ પડશે.

હવામાન વિભાગે કહ્યું છે કે, 8 જૂને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના દીવ અને ગીર સોમનાથમાં વરસાદ પડશે. 9 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ પડશે. મહારાષ્ટ્રના પૂણેમાં મંગળવારે ધોધમાર વરસાદ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp