ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે કમૌસમી વરસાદની કરી આગાહી

PC: thehansindia.com

રાજ્યમાં હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદના હવામાનમાં પલટો આવશે. તેમજ 12-15 એપ્રિલ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. ગુજરાતમાં આંધી, ગાજવીજ, કરા અને તોફાન થશે. પ્રી-મોનસુન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો આવશે. 20 એપ્રિલથી વાદળો હોવા છતા ગરમી વધશે.

જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન રહેશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ હશે. કચ્છમાં ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થશે તેમ જણાવ્યું છે. તો 10 અને 11 એપ્રિલે રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકી છે.

તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. કમૌસમી વરસાદ બાદ રાજ્યમાં એવરેજ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે આજે ભારતના દક્ષિણ ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

IMDએ 7-11 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠાવાડા, વિદર્ભ, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં. 7-8 એપ્રિલ દરમિયાન ઓરિસ્સામાં અને 9-11 દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા અને તેજ પવન (30-30 કિમી પ્રતિ કલાક)ની આગાહી કરી છે. IMD અનુસાર, કર્ણાટકના ચામરાજનગર, ચિક્કામગાલુરુ, હસન, કોડાગુ અને શિવમોગા જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં એક અથવા બે ભારે સ્પેલ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. એ જ સમયે, પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારત, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયો ગાજવીજ, વીજળી અને તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાક) સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

એ સિવાય, 9-12 એપ્રિલની વચ્ચે, કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ભાગોમાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન (30-50 કિમી પ્રતિ કલાક) સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઓરિસ્સા, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને મરાઠાવાડાના વિભિન્ન વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિની ગતિવિધિઓની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું તાપમાન

અમદાવાદ 38.8 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી, ભાવનગર 36.7 ડિગ્રી, રાજકોટ 38.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી, મહુવા 38.4 ડિગ્રી, ભુજ 39.5 ડિગ્રી, કંડલા 37.2 ડિગ્રી, કેશોદ 37.4 ડિગ્રી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp