ગુજરાતના 16.74 લાખ ખેડૂત પરિવારો દેવાના ડુંગર નીચે દબાયાં

PC: prameyanews7.co

દેશમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાના દાવા કરવામાં આવે છે એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને તમામ પ્રકારની સહાય કરવામાં આવતી હોવાના સરકાર દાવા કરે છે. પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર રાજ્યના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. 

રાજયના ગ્રામીણ વિસ્તારમાં લગભગ 58,72 લાખ જેટલા પરિવારો વસવાટ કરે છે જે પૈકી 66.90 ટકા ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ખેડૂતો વાવેતર કરવા માટે બેંકો પાસેથી લોન લે છે. એટલું જ નહીં પાક નિષ્ફળ જાય તો નુકશાન ન જાય તે માટે પાકવીમો પણ લે છે. રાજયના લગભગ 16.74 લાખ ખેડૂત પરિવારોએ ખેતી માટે બેંકમાંથી લોન લીધી છે.

રાજયના લગભઘ 5.43 લાખ ખેડૂત પરિવારોએ પાક લોન કે ટર્મ લોન લઈ લગભગ રૂ. 54,277 કરોડ જેટલી રકમ ચૂકવી હોવાનું જાણવા મળે છે. લોનની કુલ રકમમાંથી રૂ. 20,412 કરોડની લોન ખેતી માટેના સાધનો ખરીદવા લેવાઈ છે. બાકીની 33,884 કરોડની પાક લોન છે. રાજ્યમાં પાક લોન માટે અરજી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 2014-15માં 22.49 લાખ ખેડૂતોએ લોન લીધી હતી, જ્યારે 2016-17માં આ સંખ્યા વધીને 34.94 લાખ થઈ ગઈ છે. પાક માટે લેવાયેલી લોન 28,730 કરોડથી વધીને 33,864 કરોડ થઈ છે. 2 વર્ષની ટર્મલોન લેનાર ખેડૂતોમાં 40 ટકાનો વધારો થયો છે. 2014-15માં 3.88 લાખ ખેડૂતોએ 10,597 કરોડ રૂપિયાની ટર્મ લોન લીધી હતી. જ્યારે 2016-17માં રૂ. 20,412 કરોડની ટર્મ લોન લીધી હતી. ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં દેવામાં ડુબેલા લગભગ 25થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp