કોમામાંથી 11 વર્ષ બાદ જાગી મહિલા, પંચમહાલથી ગાયબ થઈ હતી, કોલકાતામાં થયો ચમત્કાર

PC: navbharattimes.indiatimes.com

તમને ભલે વિશ્વાસ ન થાય, પરંતુ પંચમહાલથી એકદમ ફિલ્મો જેવી ઘટના સામે આવે છે. પંચમહાલની રહેવાસી એક મહિલા 11 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી. મહિલાના પરિવારજનોએ ખૂબ શોધખોળ કરી, પરંતુ ક્યાંય કોઈ પત્તો ન લાગ્યો. સ્થાનિક પોલીસ જ્યારે પરિવાર પાસે પહોંચી અને જણાવ્યું કે, 11 વર્ષ અગાઉ ગુમ થયેલી ગીતા બારિયા જીવિત છે અને એ વાત કરવા માગે છે તો પરિવારની ખુશીનો પાર ન રહ્યો.

પરિવારના સભ્યોને વિશ્વાસ ન થયો, પરંતુ જ્યારે વીડિયો કોલ પર મહિલાએ પરિવારના સભ્યો સાથે વાત કરી તો તેઓ દંગ રહી ગયા. પંચમહાલ જિલ્લાના ભામૈયા ગામની રહેવાસી ગીતા બારિયા 11 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી. ત્યારે ગીતાની ઉંમર 34 વર્ષ હતી. પરિવારના લોકોએ ગીતાની ખૂબ શોધખોળ કરી, પરંતુ કોઈ જાણકારી ન મળી, પરંતુ આ ઘટનાના વર્ષો બાદ નવું ટ્વીસ્ટ ત્યારે આવ્યું, જ્યારે કોલકાતામાં પાવલોવ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ ગીતા બારિયાને 11 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હોશ આવ્યું.

ગીતા હોશમાં આવવા પર પોતાના પરિવારજનોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ગીતાના આગ્રહ પર ઈન્સ્ટિટ્યૂટે પંચમહાલ પોલીસ સાથે સંપર્ક કર્યો. ઇન્સ્ટિટ્યૂટ તરફથી પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા ફોન બાદ પોલીસે મહિલાએ બતાવેલા સરનામે તપાસ કરી અને વીડિયો કોલના માધ્યમથી પરિવારના સભ્યો સાથે વાત કરાવી. પોલીસે બધી વસ્તુઓની ખરાઈ કરી, ત્યારબાદ પરિવારને મહિલા સાથે મળાવવા અને પરત લાવવામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.

પરિવારના લોકો 15 ફેબ્રુઆરીએ ટ્રેનથી કોલકાતા જવા રવાના થયા. પોલીસના જણાવ્યા મુજબ, ગીતા વર્ષ 2013માં એ સમયે ગુમ થઈ હતી, જ્યારે તેનો પરિવાર એક લગ્નમાં સામેલ થઈ રહ્યો હતો. ગીતાએ કોમામાંથી બહાર આવ્યા બાદ પોતાના પરિવારની જાણકારી ઇન્સ્ટિટ્યૂટ સાથે શેર કરી, પરંતુ તેને અત્યાર સુધી એ યાદ આવ્યું નથી કે તે કોલકાતા કેવી રીતે પહોંચી. પોલીસના જણાવ્યા મુજબ, 45 વર્ષિય ગીતાના 3 બાળકો છે. તેમના નામ હિતેશ, દિવ્યા અને વિપુલ છે.

બાળકોની માતા જીવિત હોવાની જાણકારી અને વાત કરીને ખૂબ ખુશ છે. ગીતાના પતિએ 2 વર્ષ સુધી શોધખોળ કરી, ત્યારબાદ પતિનું મોત થઈ ગયું. ગીતાએ 11 ફેબ્રુઆરીએ જ્યારે વીડિયો કોલ પર પરિવાર સાથે વાત કરી તો પોતાની બહેન ભાનુમતીને ઓળખી લીધી. 11 વર્ષ કોમામાં રહ્યા બાદ ગીતા જીવિત હોવાથી પરિવારના લોકોમાં ખુશી છે. પંચમહાલ જિલ્લાના SP હિમાંશુ સોલંકીએ પરિવાર સાથે એક પોલીસકર્મીને મોકલવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp