ફ્રોડ મિતુલ ત્રિવેદીએ VNSGUમાં લેક્ચર આપી 62 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપેલા

PC: Khabarchhe.com

પોતાને વૈજ્ઞાનિક બતાવી ચંદ્રયાન-3ની ડિઝાઇનમાં પોતાની મુખ્ય ભૂમિકા હોવાનો દાવો કરનારા ફ્રોડ આરોપી મિતુલ ત્રિવેદીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આરોપી મિતુલ ત્રિવેદીએ પોતાને સાયન્ટિસ્ટ બતાવી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં સર્ટિફિકેટ કોર્સ કરાવ્યા હતા. આરોપ છે કે, મિતુલ ત્રિવેદીએ આ યુનિવર્સિટીમાં લેકચર આપી 62 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપી દીધા હતા. જો કે, હવે આ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે.

ચંદ્રયાન-3ની સફળતા બાદ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં મિતુલ ત્રિવેદીને કેટલાક લોકો અભિનંદન આપતા જણાયા હતા. મિતુલ ત્રિવેદીએ પોતાને ઇસરોનો વૈજ્ઞાનિક હોવાનું અને ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. જો કે, હવે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

મીડિયા અહેવાલ અનુસાર, આરોપી મિતુલ ત્રિવેદીએ અનેક શૈક્ષણિક સંસ્થાઓને પણ પોતાને ઇસરોનો સાયન્ટિસ્ટ બતાવી વર્ષોથી ગેરમાર્ગે દોરી હતી. કેટલીક સંસ્થાઓ તો મિતુલને લેક્ચર માટે પણ આમંત્રિત કરતી હતી. ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે સુરતની VNSGUમાં મિતુલ ત્રિવેદીએ સર્ટિફિકેટ કોર્સ કરાવ્યા હતા. આરોપીએ યુનિવર્સિટીમાં લેક્ચર આપીને 62 જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપ્યા હતા. જો કે, હવે મિતુલ ત્રિવેદીની હકીકત સામે આવતા વિદ્યાર્થીઓના આ સર્ટિફિકેટને લઈ કેટલાક પ્રશ્નો થઈ રહ્યા છે. માહિતી મુજબ, આ સર્ટિફિકેટ કોર્સનું નામ સાયન્સ્વેત શાસ્ત્ર હતું, જેની ફી રૂ.600 હતી અને આ કોર્સ 45 દિવસનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp